સાવરકુંડલાના ગામડાઓમાં ૮૮ લાખથી વધુ રકમના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહર્ત કરતા ગતીશીલ ધારાસભ્યશ્રી કસવાલા

ધારાસભ્ય શ્રી મહેશભાઇએ વાંશીયાળી તથા વિરડીમાં કુલ ૩૬ લાખના ખર્ચે તૈયાર થયેલ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરયુ.

વિજપડીમાં ૪૫ લાખની માતબર રકમથી પાણીનો સંપ, સ્મશાનની દિવાલ, માઇનોર બ્રીજ તથા સી.સી.રોડ જયારે વણોટ ગામે ૧.૧૦ લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપનું કર્યુ

સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચુંટાયેલા શ્રી મહેશ કસવાલાએ સાવરકુંડલા અને લીલીયાની જનતાએ તેમના પર મુકેલ વિશ્વાસ બદલ ધારાસભ્ય કસવાલાએ સરકારશ્રી માંથી અઢળક ગ્રાન્ટો લાવી દીધી અને એક પછી એક વિકાસના કામોનું ખાતમહુર્ત પણ કરી રહયા છે ત્યારે વિરડી ગામે સરકારશ્રી માંથી મંજુર કરાવેલ રૂા.૧૮ લાખના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય સેન્ટર તેમજ વાંશીયાળી ગામે પણ રૂા.૧૮ લાખના ખર્ચે તૈયાર થયેલ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ ગ્રામજનો અને હેલ્થ સેન્ટરના કર્મચારીઓ તથા આગેવાનો સાથે કરયુ હતુ. આ સાથે જ વિજપડીમાં ૪૫ લાખની માતબર રકમથી વિવિધ કામો જેવા કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માંથી મંજુર કરાવેલ ૦૬ લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપ આનુસાંગીક કામ તરીકે પપ્મીંગ મશીનરી તથા કનેકટીંગ પાઇપલાઇનની કામગીરી (વિજળીકરણ સહીત)ના કામ માટે રૂા.રૂા.૨૦.૨૨ લાખના ખર્ચે તૈયાર થશે તેમજ તાલુકા આયોજન અને એટીવીટી યોજના માંથી મંજુર કરાવેલ સ્મશાનની દિવાલ રૂા.૮ લાખના ખર્ચે તૈયાર થશે અને તાલુકા આયોજન યોજના માંથી મંજુર થયેલ માઇનોર બ્રીજ રૂા.૧૩ લાખના ખર્ચે તૈયાર થશે તથા એટીવીટી યોજના માંથી મંજુર થયેલ સી.સી.રોડ રૂા.૩.૫૦ લાખના ખર્ચે તૈયાર થશે તેમ ધારાસભ્યશ્રી કસવાલાએ ખાતમુહુર્ત કરી જણાવેલ હતુ વધુમાં સાવરકુંડલાના વણોટ ગામે પણ ધારાસભ્ય શ્રી કસવાલાએ મંજુર કરાવેલ વિકાસના કામો પૈકી ગુ.પા.પુ અને ગ.વ્ય.બોર્ડ માંથી રૂા.૭.૦૩ લાખના ખર્ચે મંજુર કરાવેલ ૧.૧૦ લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપ આનુસાંગીક કામ તરીકે પપ્મીંગ મશીનરી તથા કનેકટીંગ પાઇપલાઇનની કામગીરી (વિજળીકરણ સહીત)ના કામ માટેનું ખાતમુહુર્ત કરયુ હતુ. આ સમગ્ર વિકાસના કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહર્તમાં ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા સાથે લોકસભા વિસ્તારના ચુંટણી સંયોજકશ્રી પુનાભાઇ ગજેરા, તાલુકા ભાજપ અઘ્યક્ષશ્રી જીવનભાઇ વેકરીયા, વાંશીયાળી સરપંચશ્રી તથા વાંશીયાળી અને વિરડી ગામના આગેવાનો અને ગ્રામ જનો તેમજ વિજપડી ખાતમુહર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ચેતનભાઇ માલાણી, નીતિનભાઇ નગદીયા, સરપંચ એશોસીયેશનના અઘ્યક્ષશ્રી હિતેશભાઇ ખાત્રાણી, જયસુખભાઇ સાવલીયા, સંજય બરવાળીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી વિજયભાઇ ચાવડા, વિજપડી સરપંચશ્રી ભરતભાઇ ગીગૈયા, હરેશભાઇભુવા, બાબુભાઇ માજી સરપંચ સહીત મોટી સંખ્યામાં ગ્રામ જનો જોડાયા હતા આ સાથે જ વણોટ ગામે ખાતમુહર્ત પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યશ્રી દિનેશભાઇ કાછડ, સરપંચશ્રી જીગ્નેશભાઇ કાછડ, હકાબાપા, બાભભાઇ કાછડ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા તેમ ”અટલધારા” કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.