ભારત ભરમાંથી સંગઠન સાથે જોડાયેલા પત્રકારો આ અધિવેશન માં ઉપસ્થિત રહેશે
ગુજરાત માં થી રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા સહિત રાષ્ટ્રીય કમિટી નાં સભ્યો રાયગઢ જવા રવાના
ગાંધીનગર : સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂન નું મહા અભિયાન ચલાવી રહેલ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું 17 મું રાષ્ટ્રીય અધિવેશન છત્તીસગઢ નાં રાયગઢ મુકામે આગામી 1 અને 2 ફેબ્રુઆરી,2024 નાં રોજ યોજાશે જેમાં દેશભર નાં સંગઠન સાથે જોડાયેલા પત્રકારો હાજર રહેશે. છત્તીસગઢ રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાનૂન અમલ માં આવ્યા બાદ પ્રથમ વખત આ પ્રકારનું અગ્રણી પત્રકાર સંગઠન નું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું હોય તેને સફળ બનાવવા માટે એબીપીએસએસ ની છત્તીસગઢ ટીમ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ શર્મા નાં માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહેલ છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં રાષ્ટ્રીય અધિવેશન ની સાથે સાથે પ્રદેશ સ્તરીય પત્રકારો ની કાર્યશાળા અને અખિલ ભારતીય સ્તર નાં કવિ સંમેલન નું પણ આયોજન કરવામાં આવ્યું છે. નરેશ ચૌહાણ નાં નેતૃત્વ માં સંગઠન ની સારંગઢ જિલ્લાની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ ની જવાબદારી સંભાળવામાં આવેલ છે.અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં આ પહેલા 16 જેટલા રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઝારખંડ નાં વિવિધ શહેરો માં યોજાઇ ચૂક્યા છે. સમગ્ર દેશમાં પત્રકારો ને પત્રકાર સુરક્ષા કાનૂન મળે તેવા એકમાત્ર ઉદ્દેશ્ય સાથે એબીપીએસએસ કામગીરી કરી રહેલ છે. છત્તીસગઢ ખાતે આયોજિત આ રાષ્ટ્રીય અધિવેશન માં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડાઈ ને દેશવ્યાપી બનાવવા માટે વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે.
છત્તીસગઢ નાં રાયગઢ શહેરમાં આયોજિત આ બે દિવસીય પત્રકાર અધિવેશન માં હાજરી આપવા માટે સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા , બાબુલાલ ચૌધરી, સુજલ મિશ્રા સહિત નાં પત્રકાર સાથીઓ ગુજરાત થી છત્તીસગઢ જવા રવાના થઈ ચૂક્યા છે.