(1) ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ સામે કાયદેસરના પગલાં ભરવા માંગ.
(2) પુરાવાઓ ચકાસી તત્કાલ ફરિયાદ નોંધી અન્ય ફાઈલોની તપાસ કરવા માંગ
(3) આગામી સમયમાં પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી.
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા ઠાકોર પરિવારના મહિલા બે મહિના અગાઉ પોતાના જ ઘર નજીક પડી ગયા બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવારજનો પાસેથી સારવારના નામે રૂપિયા લીધા બાદ રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં દર્દીનું અકસ્માત ખોટી રીતે દર્શાવી લાભ લીધો હોવાની જાણ થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જો કે પીડિત પરિવારે પોતાની કાયદાકીય અજ્ઞાનતા ના લીધે સમગ્ર કાયદાકીય લડાઈ લડવા સામાજિક કાર્યકરને સંમતી આપી છે ત્યારે ધ્રાંગધ્રા પોલીસ સહીત ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી નહી થતાં અંતે દર્દીના પરિવારજનો તથા સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલના સત્તાધીશો સામે તપાસ હાથ ધરી રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં ગેરરીતિ આચરવાના લીધે ફરિયાદ નોંધવા લેખીત રજુઆત કરાઇ હતી આ સાથે આગામી સમયમાં જો તટસ્થ તપાસ નહી થાય તો પરિવારજનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
રિપોર્ટ : રવિરાજ સિંહ પરમાર…..
ધાંગધ્રા
Author: ભાગવત ભૂમિ
Hi