માઉન્ટ આબુ સ્થિત વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝ ના મીડીયા અને જન સંપર્ક સેવા ના રાષ્ટ્રીય સંયોજક તેમજ અંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક કે જેમના નામે દેશ અને વિદેશનાં અનેક સમાચાર પત્રો માં આજ સુધી ૮૦૦૦ થી પણ વધુ લેખ પ્રકાશિત થયેલ છે, એવા તેજસ્વી,ઓજસ્વી અને બાળ બ્રહ્મચારી “રાજયોગી બ્રહ્મા કુમાર નિકુંજ જી” ૨૧ વર્ષ બાદ રાજકોટ ને આંગણે પધારી રહ્યા છે. તારીખ ૦૨ થી ૦૫ ફેબ્રુવારી ૨૦૨૪ દરમિયાન શહેરમાં અનેક ઠેકાણે અનેક સમાજ સેવી સંસ્થાએ દ્વારા તેમના વિવિધ કાર્યક્રમો ગોઠવાયા છે જેનો લાભ નાગરિકો એ જરૂર થી લેવો જોઈએ. તેમના પ્રશંસકો માં નિકુંજ જી તરીકે જાણીતા એવા આ બાળ બ્રહ્મચારી તેમના ક્રાંતિકારી વિચારોને માટે વિશેષ યુવાનો માં ખુબ પ્રખ્યાત છે, તેમજ કુટુંબ ની અંદર નાના-મોટાઓ વચ્ચે કઈ રીતે સમન્વય જાળવીને રહેવું તેના ઉપર એમણે ઘણા પ્રેરણાદાયક લેખ લખ્યા છે તેમજ પ્રવચનો પણ કર્યા છે. પોતે એક મીડિયા કર્મી હોવાને કારણે અને છેલ્લા અઢી દાયકાથી મીડિયા ના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાને કારણે તેઓ પોતાના હૃદયમાં વિશ્વભર ના મીડિયા કર્મીઓ માટે ખુબજ પ્રેમ અને આદર ધરાવે છે .
1 thought on “૨૧ વર્ષ બાદ રાજકોટ ને આંગણે પધારી રહ્યા છે તપસ્વી રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજ જી”
🙏