L
(ભગવત ભૂમિ દ્વારા): સંત શ્રી પૂજ્ય બજરંગદાસ બાપા તારીખ ૯.૧.૧૯૭૭ ને પોષ વદી ચોથના
દિવસે પ્રથમ પહોરે પોતાના નશ્વરદેહને અહીંયા પૃથ્વી પર છોડી ને વૈકુંઠ ગમન કરેલ તેમને આજે ૪૬ વર્ષ પૂર્ણ થયા અને ૪૭મી પુણ્યતિથી ખૂબ જ ધામધૂમ થી બગદાણા તીર્થક્ષેત્રમાં મનાવવામાં આવી સાથે સાથે પૂજ્ય બાપાનું નામ દેશ અને દુનિયામાં ગાજે છે તેને ગુંજતું રાખવા માટે અયોધ્યાધામમાં પૂજ્ય બજરંગદાસ બાપાના નામે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે તેમની અંદર મોણપર ગામના ૨૫ યુવાનોના મંડળે સેવાની જ્યોત જગાવી છે. આજે મંડળના તમામ સભ્યો અયોધ્યાનાથના દર્શન કરવા માટે ગયેલ અને સૌ સ્વયંસેવકો ત્યાં ભગવાન રામના આશીર્વાદથી ક્ષેમ કુશળ છે.