Search
Close this search box.

Follow Us

છત્તીસગઢ માં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું 17 મું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન

રાષ્ટ્રીય કાર્યકારિણીનાં પુનર્ગઠન સાથે પત્રકાર સુરક્ષા કાનૂન માટે દેશવ્યાપી મહા અભિયાન ની શરૂઆત કરાઈ

લોકસભા ની ચૂંટણી બાદ ગુજરાત માં યોજાશે રાષ્ટ્રીય કક્ષાનું પત્રકાર મહા સંમેલન

રાયપુર (છત્તીસગઢ) : દેશનાં સૌથી મોટા અને રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું 17 મું રાષ્ટ્રીય અધિવેશન છત્તીસગઢ નાં રાયગઢ શહેર માં સંપન્ન થયું હતું. 1અને 2 ફેબ્રુઆરી નાં રોજ મળેલ આ બે દિવસીય પત્રકાર સંમેલન નાં પ્રથમ દિવસે રાષ્ટ્રીય કમિટી ની બેઠક રાયગઢ મુકામે મળી હતી જેમાં દેશનાં 24 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે રાષ્ટ્રીય કમિટી નું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા દ્વારા નવરચિત 101 સભ્યો ની રાષ્ટ્રીય કમિટી માં ગુજરાત માં થી સમ્રાટ બૌદ્ધ (કોષાધ્યક્ષ), બાબુલાલ ચૌધરી (પ્રવકતા), ધવલ માકડિયા (મીડિયા ઇન્ચાર્જ) જે. પી. જાડેજા (રાષ્ટ્રીય સંગઠન સલાહકાર), મિતવર્ધન ચંદ્રબૌદ્ધી (કાનૂની સલાહકાર), અજયસિંહ પરમાર (કારોબારી સદસ્ય), સુજલ મિશ્રા (કારોબારી સદસ્ય), દિનેશ ગઢવી (કારોબારી સદસ્ય)સહિતના પત્રકારો નો સમાવેશ કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની આ રાષ્ટ્રીય કમિટીની બેઠકમાં પત્રકાર હિત નાં અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય માં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત નો બુંગીયો ફૂંકવા માટે લોકસભા ની ચૂંટણી બાદ પત્રકાર મહા સંમેલન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ભાગ લેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય અધિવેશન નાં બીજા દિવસે સમગ્ર છત્તીસગઢ નાં પત્રકારો માટે પત્રકારત્વની કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકારોએ ઉપસ્થિત 500 થી વધુ પત્રકારો ને માર્ગદર્શન આપ્યું હતું. અધિવેશન નાં બીજે દિવસે રાત્રે અખિલ ભારતીય કક્ષાનું કવિ સંમેલન આયોજિત કરવામાં આવેલ જેમાં દેશનાં ખ્યાતનામ કવિઓ શંભુ શિખર, મીર અલી મીર સહિત નાં કવિ વૃંદ દ્વારા હાસ્ય સભર રચનાઓ સહિત વિવિધ રસ નાં કાવ્યો નું રસપાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે છત્તીસગઢ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીતિન સિન્હા, રાષ્ટ્રીય મહાસચિવ રાકેશ પ્રતાપ સિંહ પરિહાર,મેહફૂઝ ખાન, સારંગ ગઢ જિલ્લાઅધ્યક્ષ નરેશ ચૌહાણ, રાયગઢ જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર ચૌબે સહિત નાં પત્રકાર અગ્રણીઓ એ વિશેષ જહેમત ઊઠાવી હતી.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More