મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસીહ રાજપૂત ને વ્યાજબી દરે ઉદ્યોગકારોને પરવડે તે ભાવે જમીનો આપવાની રજૂઆતો કરતા ધારાસભ્ય કસવાળા
મહાનગરો જેવા GIDC ના ભાવો સાવરકુંડલાના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને ના પરવડે – મહેશ કસવાળા
મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીને સકારાત્મક અભિગમ…
સરકારશ્રીની યોગ્ય નિર્ણય કરવા માટેની હૈયા ધારણા
સાવરકુંડલા
સાવરકુંડલા શહેરમાં જી.આઇ.ડી.સી. ના પ્રાણ પ્રશ્ને જંત્રી અને ટોકન દરે જમીન આપવા પ્રકરણે ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીશ્રી અને ઉદ્યોગમંત્રીશ્રીને સકારાત્મક અભિગમ અપનાવીને જી.આઇ.ડી.સી.નો નિર્ણય લાવવા અંગેની સફળ રજૂઆતો કરતા ઉધોગકારોમાં હર્ષની લાગણીઓ વ્યાપી છે જ્યારે સાવરકુંડલા શહેરનો કાંટા ઉઘોગ સાથે અન્ય ઉદ્યોગો માટે જી.આઇ.ડી.સી. સ્થાપવાની મંજૂરી સરકારશ્રી માંથી લાવીને ધારાસભ્ય મહેશ કસવાળાએ સાવરકુંડલા તાલુકામાં ઓદ્યોગિક એકમો વસાહત ઊભી કરવા સાવર સામાપાદર ગામના સર્વે નંબર 452/1 પૈકી 1ની જમીન માંથી હેકટર 60-00-00 ચો. મી. જમીન જંત્રી મુજબની કિંમત નક્કી કરી સરકારશ્રી માં ભરપાઈ કરવા જણાવેલ હતું ત્યારે સાવરકુંડલા તાલુકો વિશ્વભરમાં કાંટા ઉઘોગ માટે ખૂબજ પ્રખ્યાત છે અને નાના ઉદ્યોગકારો મોટી રકમ ભરી શકે તેવા સક્ષમ નથી તેમજ સાવરકુંડલા તાલુકાની જમીનોની કિંમત પણ જંત્રી મુજબ ખુબજ નાની છે જ્યારે ઓદ્યોગિક વસાહત માટે જે જમીન ફાળવવામાં આવેલ છે તે જમીન ડુંગરાળ, ખાડા ટેકરા અને પડતર જમીન આવેલ છે જો આવી પડતર જગ્યાઓને ઓદ્યોગિક વિસ્તારની જમીનો ગણી કિંમતનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવે તો અમદાવાદ વડોદરા સુરત અંકલેશ્વર જેવા મહાનગરોની જી.આઇ.ડી.સી.ના ભાવ કરતાં પણ વધારે જમીનના ભાવ થશે જે નાના શહેરના ઉદ્યોગકારોને ક્યારેય પણ પરવડે નહિ ત્યારે સાવરકુંડલાના વેપારીઓ અને કાંટા ઉદ્યોગકારો મોટી રકમ ભરી શકે તેવા સક્ષમ નથી તેમજ આ વસાહત સ્થાપવા માટે ધ સ્કેલ મેન્યું એસોિએશન તરફથી કિંમત નક્કી કરવા અનેક વખત રજૂઆતો કરેલ છે તેનું આજદિન સુધી કોઈ નિરાકરણ શકેલ નથી તેમજ સાવરકુંડલા શહેર તાલુકામાં કોઈ ઉઘોગ આવેલ નથી તેથી રોજગારી પન સીમિત અને મર્યાદામાં મળે છે જેને કારણે તાલુકાના લોકો પોતાના ધંધા રોજગાર માટે માઇગ્રેશન થાય છે આ માઇગ્રેશન અટકાવવા માટે લોકોને પૂરતી રોજગારી ઊભી કરવા જી.આઇ.ડી.સી. ની જમીનની યોગ્ય અને વ્યાજબી કિંમત ગણી તાત્કાલિક ધોરણે જમીન ઉદ્યોગકારો અને નાના વેપારીઓને આપવામાં આવે તો ઓદ્યોગિક દ્વષ્ટિએ ખુબજ મોટો વિકાસ થઈ શકે તેમ હોય જેથી ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા તર્ક સાથે અધિકારીશ્રી ઓને સમજાવવામાં અને મુખ્યમંત્રીશ્રી અને ઉદ્યોગમંત્રીશ્રી ને સકારાત્મક અભિગમ સાથેનો ઉકેલ લાવવાની રજૂઆતો લેખિત અને રૂબરૂ ધારાસભ્ય મહેશ કસવાળાએ કરી છે ને મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીએ હૈયાધારણા આપી હોવાની વિગતો મળી રહી છે ત્યારે ટૂંકા દિવસોમાં જી.આઇ.ડી.સી. પ્રશ્ન ઉકેલાશે તેમાં કોઈ બે મત નથી તેવું સત્વ અટલધારા કાર્યાલય ઇન્ચાર્જ જે.પી. હિરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Author: ભાગવત ભૂમિ
Hi