18 ફેબ્રુઆરી, રવિવારનાં રોજ શ્રીજી ગૌશાળામાં ‘કાઉ હગીંગ ડે’ તરીકે ઉજવણી કરવાનું આયોજન

વિદેશમાં લોકો રૂપીયા ખર્ચીને ‘કાઉ હગ’ કરી પોઝીટીવ એનર્જી મેળવે છે.
શ્રીજી ગૌશાળા દ્રારા 18 ફેબ્રુઆરી, રવિવારનાં રોજ શ્રીજી ગૌશાળામાં ‘કાઉ હગીંગ ડે’ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જેમાં ગૌમાતાનું મહત્વ સમજાવવામાં આવશે. “કાઉ હગીંગ ડે”ના અનોખા કન્સેપ્ટ સાથે શ્રીજી ગૌશાળા દ્રારા પશ્ચિમી સંસ્કૃતિના આંધળા વહેણમાં ફસાતી આપણી ભાવિ પેઢીનાં યુવાઓને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધિય લાભો તરફ પ્રેરીત કરવાના ઉમદા આશય સાથે આ નવા કન્સેપ્ટ સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજને ગાય સાથે જોડવાના આ અભિયાનમાં લોકોને જોડાવવા અપીલ કરાઈ છે. આ કાર્યક્રમમાં આખો દિવસ ગીર ગૌમાતાને ભેટીને પ્રેમભરી સાત્વીક ઉર્જા મેળવવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. વિદેશમાં ખાસ કરીને યુરોપ અને અમેરીકામાં લોકો ગાયમાંથી પોઝીટીવ એનર્જી રૂપીયા ખર્ચીને મેળવે છે. આપણી પાસે આર્ય સંસ્કૃતિની ધરોહર ગીર ગાય જે કોરોનાના સંકટકાળમાં પણ સંકટ મોચક ઔષધ સાબીત થઇ છે તે ખૂબ સહજતાથી અને ગામોગામ ઉપલબ્ધ હોય ત્યારે ગૌમાતાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનીક, આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, તબીબી, આરોગ્ય મુલ્ય પણ આપણે સૌ એ સમજવું જોઈએ.

ગયા વર્ષે પણ શ્રીજી ગૌશાળા દ્વારા આ અભિનવ પ્રયોગ સમગ્ર વિશ્વમાં કરવામાં આવ્યો હતો, જેને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ હતી અને હજારો લોકો ગૌમાતાનાં દર્શન અને તેમને ભેટીને આશીર્વાદ લેવા પધાર્યા હતા. આ વર્ષે પણ આ પ્રકારના દિવ્ય કાર્યક્રમનું આયોજન શ્રીજી ગૌશાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી યુવા પેઢીને ગૌ માતાનું મહત્વ સમજાય અને આપણી ગૌ સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ સૌ ગૌમાતાના આશીર્વાદથી પોતાના ક્ષેત્રમાં તન, મન, ધનથી આગળ વધી શકે. ગૌ સંસ્કૃતિને જીવંત કરવાના આ દિવ્ય કાર્યમાં સૌને જોડાવવા શ્રીજી ગૌશાળા વતી પ્રભુદાસભાઈ તન્ના, જયંતીભાઈ નગદીયા, ભૂપતભાઈ દુલારી, રમેશભાઈ ઠક્કર સહીતનાઓએ અપીલ કરી છે. વધુ માહિતી માટે (મો. 9376733033), (મો. 9427429001) , (મો. 98254 18900), (મો. 9909971116) નો સંપર્ક કરવા શ્રીજી ગૌશાળાની યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Read More