Search
Close this search box.

Follow Us

ગોંડલ પાલીકાના કારોબારી ચેરમેન ચીફ ઓફીસર સહિત ચાર સામે અપહરણનો ગુન્‍હો નોંધાયો

 

ટેન્‍ડર મુદ્દે કોન્‍ટ્રાકટર સહિત બેના અપહરણ મામલે પોલીસે ફરીયાદ ન લેતા હાઇકોર્ટના હુકમથી અંતે પોલીસે ગુન્‍હો દાખલ કર્યો

 

રાજકોટ તા. ૧૯ :.. ટેન્‍ડરમુદ્દે કોન્‍ટ્રાકટર સહિત બેના અપહરણ મામલે હાઇકોર્ટના હુકમથી અંતે ગોંડલ પોલીસે નગરપાલીકા કારોબારી ચેરમેન તથા ચીફ ઓફીસર સહિત ૪ સામે ગુન્‍હો દાખલ કર્યો હતો.

 

પ્રાપ્‍ય વિગતો મુજબ દરબાર વેસ્‍ટ કોર્પોરેશનના બીપીનસિંહ એમ. પીલુદરીઆ રે. સુરતએ ગોંડલ નગરપાલીકાના કારોબારી ચેરમેન રાજેન્‍દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા, નગરપાલીકાના સદસ્‍ય ચંદુભાઇ મોહનભાઇ ડાભી, ગોંડલ નગરપાલીકાના ચીફ ઓફીસર અશ્વિનભાઇ જે. વ્‍યાસ તથા મયંકભાઇ કચરાભાઇ વૈશ્‍ણવ સામે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

 

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ગોંડલ પાલીકાએ ડોર ટુ ડોર કચરાના કલેકશનના ઓન લાઇન ટેન્‍ડર બહાર પાડેલ હોય ફરીયાદીએ આ ટેન્‍ડર ઓન લાઇન ભર્યુ હતું. આ ટેન્‍ડર તા. ર૩-૧૧-ર૦ર૩ નાં રોજ ખોલતા ફરીયાદીએ ભરેલ ટેન્‍ડરના કવરમાં ટેન્‍ડર ફી નો ડીડી ઉભો કરી દિન પ માં ટેન્‍ડરનો ડીડી મોકલવામાં નહી આવે તો ટેન્‍ડર રદ ગણવામાં આવશે તેવો પત્ર ફરીયાદીને પાઠવતા ફરીયાદી આ બાબતે તા. ર-૧ર-ર૦ર૩ તથા રર-૧ર-ર૦ર૩ નાં રોજ અરજીઓ કરેલ હોય જેથી આ બાબતનો ખાર રાખી ઉકત આરોપીઓએ ફરીયાદી તથા સાહેદનું અપહરણ કરી ગોંધી રાખી ટીકાપાટુનો માર મારી ગાળો કાઢી ફરીયાદીએ કરેલ અરજીઓ પરત ખેંચી લેવા ફરીયાદી પાસે બળજબરીથી નોટરી લખાણ કરાવી તેમાં સાહેદની સહી લેવડાવી ફરીયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવા અથવા એકસીડન્‍ટ કરાવી મારી નાખવાની ધમકી આપી હતી.

 

ગત તા. રર ડીસેમ્‍બરનાં રોજ બનેલ આ બનાવ અંગે ફરીયાદી બીપીનસિંહ પીલુદરીયાએ ગોંડલ પોલીસમાં અરજી કરી હતી. પરંતુ ગોંડલ પોલીસે ફરીયાદ ન લેતા કોન્‍ટ્રાકટર બિપીનસિંહ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્‍યા હતાં. હાઇકોર્ટે ૪ દિવસમાં ફરીયાદ સેવાનો હુકમ કરતા અંતે બિપીનસિંહે ઉકત ચારેય સામે ફરીયાદ કરી હતી.

 

કોન્‍ટ્રાકટર બીપીનસિંહની ફરીયાદ અન્‍વયે ગોંડલ પોલીસે ઉકત ચારેય સામે આઇ. પી. સી. ૩૬પ, ૩૪ર, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો.

 

આ બનાવે ગોંડલ પંથકમાં લોકો ભારે ચર્ચા જગાડી છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More