ગોંડલ પાસે બાઇકસ્‍વાર ઉપર વૃક્ષ પડતા પુત્રની નજર સામે જ માતાનું મોત

ગોંડલ પાસે બાઇકસ્‍વાર ઉપર વૃક્ષ પડતા પુત્રની નજર સામે જ માતાનું મોત

પુત્રના લગ્નની કંકોત્રી આપી ગોંડલ જતા’તાને અકસ્‍માત નડયોઃ જસદણના સાણથલી ગામના પરિવારમાં લગ્ન ટાણે જ માતમ

તસ્‍વીરમાં અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલ વિજયાબેનનો મૃતદેહ અને તેની ફાઇલ તસ્‍વીર.
તા.ર૧: ‘‘ના જાણ્‍યું જાનકીનાથે સવારે શું થવાનું હતું”આ વાકય જશદણનાં વેરાવળ સાણથલી ગામે યથાર્થ ઠર્યું છે. ડાભી પરીવાર માં પુત્ર નાં લગ્ન નાં મંગળીયા ગવાતા હતા.ત્‍યાં લગ્ન ની કંકોત્રી આપવા ગયેલી પરીવાર ની મોભી સમી માતાનું અકસ્‍માત માં મળત્‍યુ થતા માતમ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ સાણથલી રહેતા હંસરાજભાઇ ડાભી નાં ત્રણ પુત્ર પૈકી વચેટ પુત્ર ભાવેશ નાં લગ્ન આગામી તા.૨ નાં રોજ નિર્ધાર્યા હોય તેમના પત્‍નિ વિજ્‍યાબેન ઉ.૫૫, પુત્ર જયસુખભાઇ તથા જયસુખભાઇની આઠ વર્ષની દીકરી જેન્‍સી લગ્નની કંકોત્રી આપવા બાઈક પર વાછરા ગયા હતા. સંબંધીને કંકોત્રી આપી ખરીદી કરવી હોય વાછરા થી ગોંડલ આવી રહ્યા હતા.આ સમયે ગોંડલ નજીક રોડ પર અચાનક તોતિંગ વળક્ષ બાઈક પર પડતા વિજયાબેન ને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું.જ્‍યારે જયસુખભાઇ ને ઇજા પંહોચતા ગોંડલ સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતા.અકસ્‍માત માં જેન્‍સી નો આબાદ બચાવ થવા પામ્‍યો હતો.બનાવ ની જાણ થતા ૧૦૮ ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ ઉપરાંત ગોંડલ નગરપાલિકાની એમ્‍બ્‍યુલન્‍સ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી.અને રાહદારીઓ ની મદદથી વળક્ષ ને હટાવી વિજયાબેન નાં મળતદેહ ને બહાર કાઢયો હતો. બનાવ ને પગલે પરીવાર હતપ્રત બનવા પામ્‍યુ હતુ. બનાવ અગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.