Search
Close this search box.

Follow Us

ગોંડલ ખાતે શ્રી સરદાર પટેલ સોસીયલ ગ્રુપ દ્વારા “પ્રેમનું પાનેતર” લેઉવા પટેલ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન.

તારીખ 25 ફેબ્રુઆરી ના રોજ સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં 31 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ દ્વારા ભવ્યતૈયારીઓ કરવામાં આવી છે આ સમૂહ લગ્નનું આયોજન શાહી ઠાઠમાઠથી કરવામાં આવ્યું હતું તે ઉપરાંત આ સમુહલગ્નમાં ભવ્ય મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું તેમાં 2000 થી ઉપર રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આરક્તદાનકેમ્પનો સમય બપોરે 3 કલાકથી રાત્રે 10 કલાક સુધીનો હતો તેમજ ભવ્ય હોસ્પિટલ પણ બનાવવામાં આવી હતી જેથી કોઈ પણ ને નાની મોટી મેડિકલ સારવાર તાત્કાલિક મળી રહે તેમજ માં ખોડિયાર નુ મંદિર અને કરિયાવર ની ડિસ્પ્લે પણ તૈયાર કરવામાં આવી હતી તેમાં 115 વસ્તુઓ મુકવામાં આવી હતી આ સમુહલગ્નમાં સમગ્ર ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેવા કે પોરબંદર લોકસભાના સાંસદ અને મુખ્ય દાતા રમેશભાઈ ધડુક,ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી,ગોંડલ ધારાસભ્ય ના પ્રતિનિધિ અંને યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, જેતપુર જામકંડોરણા,જેતપુર જામકંડોરણા ના લોકપ્રિય ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા ના પ્રતિનિધિ અને રાજકોટ જિલ્લા બેંક ના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા, નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, તેમજ સમારોહના મુખ્ય દાતાશ્રીઓ ધનસુખભાઈ નંદાણીયા, રસિકભાઈ ગોંડલીયા, નીતિનભાઈ ગાજીપરા, મેહુલભાઈ ખાખરીયા, ગુણુભાઈ ભાદાણી વગેરે દાતાઓ,સમાજશ્રેષ્ઠીઓ,રાજકીય આગેવાનો,ઉદ્યોગપતિઓ,સાધુસંતો તેમજ સમગ્ર ગોંડલ શહેર અને તાલુકામાંથી સૌ જ્ઞાતિબંધુઓ તેમજ દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમુહલગ્નને સફળ બનાવવામાં આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ બટુકલાલ ઠુમર, ગિરધરભાઈ વેકરિયા,લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા,દિપકભાઈ ઘોણીયા,કમલેશભાઈ ખૂંટ, કિશોરભાઈ ભાલાળા,શૈલેષભાઇ વેકરિયા, ડી. ડી. ઠુમર, ગોપાલભાઈ સખીયા, દિવ્યેશભાઈ લીલા,વગેરે જહેમત ઉઠાવી હતી તેમજ વિવિધ લેઉવા પટેલ સમાજના સંગઠનો જેવા કે ખોડલધામ મુખ્ય સમિતિ,ખોડલધામ, વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ તેમજ સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ યુવા પાંખ, મહિલા પાંખ, મુખ્ય સમિતિ તેમજ સમાજના વિવિધ ગ્રૂપોએ આ સમુહલગ્નમાં સેવા આપી હતી આ તકે સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ આ ભવ્યાતિભવ્ય શાહી સમુહલગ્નોત્સવ માં 20000 થી વધુ લોકોને ઉપસ્થિત રહેવા બદલ લેઉવા પટેલ સમાજના સૌ જ્ઞાતિબંધુઓ તેમજ વિવિધ સમાજના સૌ આગેવાનોને નો સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More