ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ-૨૦૧૨ થી HTAT મુખ્યશિક્ષકોની કેડર અસ્તીત્વમા આવી અને 12 વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન શિક્ષણના ઉત્કર્ષમા HTAT મુખયશિક્ષકો ની ભુમીકા ખુબ મહત્વની રહી છે,

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ-૨૦૧૨ થી HTAT મુખ્યશિક્ષકોની કેડર અસ્તીત્વમા આવી અને 12 વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન શિક્ષણના ઉત્કર્ષમા HTAT મુખયશિક્ષકો ની ભુમીકા ખુબ મહત્વની રહી છે, HTAT મુખ્યશિક્ષકની કેડર અસ્તીત્વમાં આવ્યાને 12 વર્ષ જેટલો લાંબો સમય થયો હોવા છતાં આજદીન સુધી HTAT મુખ્યશિક્ષકોના બદલી સહીતનાં નીયમો જાહેર કરવામાં આવેલ નથી, હાલના સમયમાં સરકારશ્રીએ અને માન.શિક્ષણ મંત્રીશ્રીએ HTAT મુખ્યશિક્ષકોની વ્યથાને સમજી બદલી માટેની સમિતિ બનાવી અને HTAT મુખ્યશિક્ષકોના બદલીના નીયમો બનાવી ખુબ આવકારદાયક કાર્ય કરેલ છે પરંતુ બદલી માટેના નીયમો બની ગયા હોવા છતાં 2 મહીનાથી વધુનો સમય વીતવા છતાં HTAT મુખ્યશિક્ષકોના બદલીના નીયમો જાહેર કરવામાં આવેલ નથી તથા આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને આચારસંહીતા આવવાની તૈયારી છે અને એના કારણે સમગ્ર રાજ્યના HTAT મુખ્યશિક્ષકોમાં નીરાશા છવાઈ ગઈ છે, જેથી આજરોજ ગુજરાત રાજ્ય મુખ્યશીક્ષક(HTAT)સંઘ, સૂચિત ના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં તમામ જીલ્લાઓમાં માનનીય કલેક્ટર સાહેબશ્રી મારફત સરકારશ્રીમાં HTAT મુખ્યશિક્ષકોના બદલીના નીયમો વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે એ માટેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે.અને જો બદલીના નીયમો તાત્કાલિક જાહેર કરવામાં નહી આવેતો અગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની સમગ્ર રાજ્યના HTAT મુખ્યશિક્ષકોને ફરજ પડશે અને એ માટે રાજ્યના તમામ HTAT મુખ્યશિક્ષકોની તૈયારી પણ છે.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.