રીબડા પાસે રિક્ષાએ બાઇકને ઉલાળતાં આઠ વર્ષની પુત્રીનું મોતઃ પિતાને ઇજા

જેતપુરના યુસુફભાઇ દિકરી શબીનાની આંખ બતાવવા રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે બનાવઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૬: રીબડા ટોલનાકા નજીક રિક્ષાએ બાઇકને ઉલાળી દેતાં જેતપુરના પિતા-પુત્રીને ઇજાઓ થઇ હતી. જેમાં આઠ વર્ષની પુત્રીનું રાજકોટમાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ જેતપુર ધોરાજી રોડ પર સંધી પ્‍લોટમાં રહેતાંયુસુફભાઇ યાસીનભાલ લુલાણી (ઉ.વ.૩૭) તેની પુત્રી શબીના યુસુફભાઇ લુલાણી (ઉ.વ.૮)ને બાઇકમાં બેસાડી રાજકોટ ગોંડલ રોડ ગુરૂકુળ હોસ્‍પિટલ ખાતે આવી રહ્યા હતાં ત્‍યારે રીબડા ટોલનાકા પાસે રિક્ષાએ બાઇકને ઠોકરે લેતાં પિતા-પુત્ર બંને ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દિકરી શબીનાનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃતક એક ભાઇથી નાની હતી. યુસુફભાઇ મજૂરી કામ કરે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. શબીનાને આંખ બતાવવાની હોઇ પિતા-પુત્ર રાજકોટ આવી રહ્યા હતાં.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.