જૂનાગઢ,તા. ૨૬ પ્રધાનમંત્રી સ્કૂલ ઓફ ઇન્ડિયા યોજના હેઠળ પસંદ થયેલી એકમાત્ર ભેંસાણ તાલુકાની પીએમ સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતુ. વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાથી જ વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવે તેમનો દ્રષ્ટિકોણ બદલે અને તેઓ બાળપણથી જ ક્રિએટીવ કાર્ય કરવા પ્રેરિત થાય એ માટે આ સ્પેશિયલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રદર્શનમાં ધોરણ ૬ થી ૮ ના ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ૧૦૦ થી વધારે ગણિત અને વિજ્ઞાનની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.જેમાં વોટર ગ્રેવિટી, ફેફસાનું વર્કિંગ મોડેલ, વિદ્યુત પરિપથ, વોટર ડિટેક્ટર,રોબોટિક હેન્ડ, જાદુઈ સોય, પોટેટો રોકેટ લોન્ચર, એર ગન, હૃદય નું વર્કિંગ મોડેલ, દ્રાવ્ય અદ્રાવ્ય કસોટી, વોટર સાયકલ, બેલેન્સિંગ બર્ડ, નટ સ્પિનર, સ્ક્વેર વિલ કાર, સીડી સ્ટ્રોબોનોસ્કોપ વગેરે અસંખ્ય આકર્ષક મોડલ અને કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી.
આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.કે ચાવડા, ભેસાણ તાલુકાના પીએસઆઇ કાતરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી અને કુમાર બસિયા, તાલુકા પંચાયતના સદસ્ય રાજુ ભેસાણીયા, બીઆરસી દિલીપ મકવાણા, જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ સુરેશ ખુમાણ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરત કહોર, તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી નરેન્દ્ર ભુવા, પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના મંત્રી નિતેશ માથુકિયા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દીપક દુધાગરા, ભાવેશ વેકરીયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનને નિહાળવા માટે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રદર્શનને સફળ બનાવવા માટે જેમનું ખૂબ મોટું યોગદાન અને માર્ગદર્શન રહ્યું છે અને સતત ૧૫ દિવસથી જેમના માર્ગદર્શન નીચે આ કૃતિઓ તૈયાર થઈ રહી હતી એવા શાળાના શિક્ષિકા જયશ્રીબેન વોરા અને નિશાબેન ચપલા, તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ આચાર્ય ચુનીલાલ વાઘેલા, સીઆરસી ચંદુલાલ ગોંડલીયા એ ઉપસ્થિત રહી વધારેલ.
જીજ્ઞેશ પંડ્યા….. જૂનાગઢ
Author: ભાગવત ભૂમિ
Hi