લાભાર્થીશ્રી ગૌરીબેન મકવાણા સરકાર પ્રત્યે આભારની લાગણી સાથે જણાવે છે કે, હું ‘‘નમો બુદ્ધાય મિશન મંગલમ્’’ સાથે જોડાયેલી છું. અમારા ગ્રૂપે સ્વસહાય જૂથ યોજના માટે અરજી કરતાં, અમને દોઢ લાખ રૂપિયા આર્થિક સહાય પેટે મળ્યા છે. જસદણના કમળાપુરમાં છ સભ્યોના પરિવાર સાથે રહું છે. અમારી પાસે સરકારે આપેલું આયુષ્માન કાર્ડ પણ છે. એટલું જ નહીં, અમારા બંને સંતાનો, એક દીકરી અને એક દીકરો, ૧૦મા ધોરણમાં સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે. એક વાત ચોક્કસ કહીશ કે, ઘરની બહાર ફિલ્ડ પર જઈને નોકરી કરવાનું સંભવ નહોતું. ત્યારે હવે હું ઘરે બેસીને પશુપાલનનો ધંધો કરી શકું છું. અમારા સખીમંડળને વ્યવસાય માટે મળેલી આર્થિક સહાયના સહારે આત્મનિર્ભર બની છું. જે બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર.