લોધીકા પોલીસ સ્ટેશનના મો.સા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીના મુદ્દામાલ મો.સા.સાથે રીઢા આરોપીને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી જયપાલસિંહ રાછાડ સાહેબનાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા ડી.જી.બડવા ની રાહબરી હેઠળ એલ.સી.બી.શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફને મળેલ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે એક ઇસમ ગોંડલ આશાપુરા ચોકડી મામાદેવ ના મંદિર પાસેથી શંકાસ્પદ મો.સા. સાથે મળી આવતા મો.સા. બાબતે કોઇ આધાર પુરાવા કે મો.સા.રજી.લગત કોઇ કાંગળો હોય તો રજુ કરવા કહેતા નહિ હોવાનું જણાવતા મો.સા. બાબતે ઇ-ગુજકોપ એપ્લીકેશન મારફતે વેરીફાય કરતા ચોરીનુ મો.સા. મુદ્દામાલ હોવાનુ જણાય આવતા કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

*અટક કરેલ આરોપી*

વીજયભાઇ ઉર્ફે વીજુ અમરશીભાઇ ચારોલા જાતે.દે.પુ. ઉ.વ.૪૦ રહે. હાલ. રાજકોટ ચુનારવાડ ભાણજી બાપા ના મંદિર પાસે ભાડાના મકાનમાં મુળ.ગોંડલ આશાપુરા ચોકડી ચુનાની ભઠ્ઠીપાસે

*રીકવર કરેલ મુદ્દામાલ*

હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં-GJ-03-LS-7488 વાળુ કી.રૂ.૩૫,૦૦૦/-

*ડીટેક્ટ થયેલ ગુન્હો*

રાજકોટ ગ્રામ્ય લોધીકા પો.સ્ટે.ગુ.૨.નં-૧૧૨૧૩૦૩૦૨૪૦૧૨૧/૨૦૨૪ આઇ.પી.સી કલમ-૩૭૯ મુજબ

*ગુન્હાહીત ઇતીહાસ*

આરોપી અગાઉ ૧૫ જેટલી ઘરફોડ ચોરી તથા સાદિ ચોરીમાં રાજકોટ જીલ્લા,જુનાગઢ જીલ્લા તથા રાજકોટ શહેરમાં પકડાયેલ છે.

કામગીરી કરનાર ટીમ-

*રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ તથા બ્રીજરાજસીંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા દિગ્વીજયસીંહ રાઠોડ તથા વાઘાભાઇ આલ તથા રસીકભાઇ જમોડ તથા ઘનશ્યામસીંહ જાડેજા તથા પો. કોન્સ.મહીપાલસીંહ ચુડાસમા તથા ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

Alpesh Undhad
Author: Alpesh Undhad

Leave a Comment

Read More