ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા ભગવાન મહાવીર ની જન્મ જયંતિ અવસરે કરૂણાસભર અને દયાળુ દાતા ના સહયોગ થી તારીખ 21 એપ્રિલ 2024 ને રવિવારે સાંજે 6-00 થી 7-30 દરમ્યાન પટેલ બુક સ્ટોર ની બાજુમાં,ટોળીયા ન્યુઝ એજન્સી પાસે 1000 ચકલીના માળા તેમજ પક્ષીઓને પીવાના પાણીના માટીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું…
સંસ્થા દ્વારા કરુણામય દાતાઓના સહયોગ થી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,આર.ડી.મહેતા,
હિતેશભાઈ પંડ્યા,નીખીલ પેથાણી,આકાશ રાઠોડ,જયદીપ રાઠોડ,તપન પટેલ,ભાવિન ઉછડીયા અને મિત્રો દ્વારા પ્રકૃતિ ની સેવા નું આયોજન કરવામાં આવતા ગોંડલ ના પ્રકૃતિપ્રેમી નગરજનો એ જોરદાર પ્રતિભાવ આપવામાં આવતા 1000 એક હજાર જેટલા પક્ષીના માળા અને પાણીના કુંડા વહેલા તે પહેલાં ના ધોરણે રૂબરૂ આવી સંસ્થાની નિઃશુલ્ક સેવા નો ભરપૂર લાભ લેવામાં આવેલ..
સાંજના 6 વાગ્યે શરૂ થયેલ વિતરણ સેવા 7-30 સુધીમાં તમામ 1000 પક્ષીના માળા અને પાણીના કુંડા લોકો દ્વારા લઇ જવામાં આવ્યા…
શ્રી ભગવતભૂમિ ગોંડલ ના પ્રકૃતિપ્રેમી નગરજનો એ ભગવાન મહાવીર ની જન્મ જયંતિ અવસરે જીવદયા ના ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના આ સ્તુત્ય પ્રયાસ ની ભરપૂર સરાહના કરવામાં આવેલ..ગોંડલ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ આ પ્રવૃત્તિ ના અનામી દાતાશ્રી નો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો…