…
આજરોજ ધોરણ 12કોમર્સનું પરિણામ જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતી ચાવડા આયુષીએ 99.98 PR મેળવી સમગ્ર ગોંડલ પંથકમાં સફળતાનો ડંકો વગાડ્યો છે. તેમજ ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી દીકરીએ રોજની 8 થી 9 કલાક મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી છે. આ શિક્ષકની દીકરીનું સ્વપ્ન C.A. ની ડિગ્રી પ્રાપ્ત કરી પરિવારનું, સ્કૂલનું અને સમાજનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે.
ચાવડા આયુષીના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું. એજ્યુકેશન સિસ્ટમ, નિયમિતતા અને સતત વ્યક્તિગત કાળજી આ સ્કૂલમાં અપાય છે અને ખાસ તો ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદિપસરના વિશેષ માર્ગદર્શનથી આ સ્કૂલ દરેક ધોરણમાં વર્ષોથી આવું સુંદર પરિણામ મેળવે છે. આ શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટેનો શ્રેય પોતાની મહેનતને, માતા-પિતાને અને સ્કૂલના શિક્ષકોને આપે છે.
Author: ભાગવત ભૂમિ
Hi