૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટનું પરીણામ ૮૫.૨૩%, ૩૧,૨૫૯ ઉમેદવારો ઉત્તીર્ણ થયા
રાજકોટ તા.૧૦ મે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા(SSC)-૨૦૨૪નું પરિણામ જાહેર કરેલ છે. રાજ્યનું પરિણામ ૮૨.૫૬% આવેલ છે. રાજકોટ જીલ્લાનું પરીણામ ૮૫.૨૩% રહ્યું છે.
રાજકોટમાંથી ૩૬,૭૮૧ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૩૬,૬૭૫ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૩૧,૨૫૯ ઉમેદવારો ઉત્તીર્ણ થઈને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે. ૨૭૯૧ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, ૬૩૭૨ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ,૭૩૭૯ વિદ્યાર્થીઓ B1 ગ્રેડ,૭૦૧૯ વિદ્યાર્થીઓ B2 ગ્રેડ, ૫૩૪૩ વિદ્યાર્થીઓ C1 ગ્રેડ, ૨૨૨૫ વિદ્યાર્થીઓ C2 ગ્રેડ ,૧૩૦ વિદ્યાર્થીઓ D ગ્રેડ સાથે પાસ થયા છે.
માર્ચ ૨૦૨૩માં લેવાયેલ પરીક્ષામાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની ટકાવારી ૭૨.૭૪% હતી, જે આ વર્ષે ૨૦૨૪માં ૮૫.૨૩% થઇ છે.રાજકોટમાં ૧૦૦ ટકા મહત્તમ પરિણામ લાવનાર શાળાઓની સંખ્યા ૨૯ માંથી વધીને ૧૧૬ થઈ છે, ૩૦%થી ઓછું પરિણામ લાવનાર શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વધુમાં ત્રણ કે તેથી ઓછા વિષયમાં અનુત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે, તેમ બોર્ડ અધ્યક્ષશ્રીની યાદીમાં જણાવાયું છે.
ભાર્ગવ
Author: ભાગવત ભૂમિ
Hi