નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેર જિલ્લાના કોંગ્રેસના સાથી મિત્રો, કાર્યકરો આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખ સાંસદસભ્ય શક્તિસિંહજી ગોહિલ નો સંવાદ કાર્યક્રમ યોજાયો

 

 


**શહેર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં કાર્યકરો આગેવાનો કોંગી મિત્રો ઉપસ્થિત રહ્યા**

 

 

 

**ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી અને લલીતભાઈ વસોયા પણ ઉપસ્થિત રહ્યા**

રાજકોટ ના ટાગોર રોડ પરના વિરાણી હાઈસ્કૂલની સામે નાગર બોર્ડિંગ ખાતે આજરોજ રાજકોટ શહેર/જિલ્લાના કોંગી કાર્યકર મિત્રો આગેવાનો સાથે કન્વીનર જાહેર હિસાબ સમિતિ (સિવિલ), સંસદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ મંત્રી નાણાં શિક્ષણ આરોગ્ય અભિમાન શક્તિસિંહજી ગોહિલ તેમજ ઇન્ડિયા ગઠબંધનના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી પોરબંદર લોકસભાના ઉમેદવાર લલીતભાઈ વસોયા ની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી બહોળી સંખ્યામાં જેમાં પડધરી, ટંકારા, વાકાનેર, કોટડા સાંગાણી, ગોંડલ, લોધીકા, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિતના તાલુકા વિસ્તારોમાંથી પણ સવારે 11:00 કાર્યકર મિત્રો કલાકે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌ પ્રથમ સ્વાગત પ્રવચન પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા ઉપસ્થિત સૌ કાર્યક્રમ મિત્રોનું સ્વાગત કર્યું હતું.
બાદમાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ સ્વાભિમાન ની લડાઈ લડવા હું આવેલ હતો. રાજકોટ સંસદીય મત વિસ્તારના તમામ વિસ્તારોના કાર્યકર મિત્રોએ જેને તન મન ધનથી કામગીરી કરી તેઓનો આભાર વ્યક્ત કરેલ હતો. બાદમાં પોરબંદર લોકસભા વિસ્તારના ઉમેદવાર લલીતભાઈ વસોયાએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે ભાજપ ગોંડલમાં ગુંડાઓ ની વચ્ચે પણ પોતાના કાર્યકરો એ હિંમત ના ભોગે જબરજસ્ત કાર્ય કર્યું અને તમામ બુથ પર સારી એવી કામગીરી કરી આર્થિક મુશ્કેલી હોવા છતાં પણ પોતાને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સહિયારો આપી તન મન ધનથી ચૂંટણી પૂર્ણ કરવામાં તમામનો સહયોગ રહ્યો એ તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.
બાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ દ્વારા જણાવ્યું કે અભિમાની અને અહંકારી આ સરકાર સામે લડનારા અને ચૂંટણીમાં કામગીરી કરનારા કોંગ્રેસના યોદ્ધાઓને લાખ લાખ સલામ કરું છું અને તમામનો આભાર વ્યક્ત કરું છું ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી આવે એ પહેલા સ્માર્ટ મીટર મૂકવાને બદલે લોકો પાસેથી હાલ મતો લઈ લીધા બાદ હવે સ્માર્ટ મીટર મુકાશે એટલે તેના પર જીએસટી પ્રજા પર આવશે સ્માર્ટ મિત્રોના નામે ઉઘાડી લૂંટ ચલાવવી છે અદાણી પાસેથી મોંઘા ભાવની વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતની પ્રજાએ બનવાનું સરકાર કહે છે કે આ ગ્રાહકનો હિતમાં છે જો ગ્રાહકોના હિતમાં હોય તો ગ્રાહકોને બે ઓપ્શન આપો એક તો જૂના મીટર છે તે જે ગ્રાહકોને રાખવું હોય તે રાખે અને સ્માર્ટ મીટર ફરજિયાત ન બનાવે. વધુમાં ભાજપ સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં લોકોના કામો થતા નથી લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો પડે ભાજપને મતો મળે છે ત્યારે તેના અંધ ભક્તો વધારે અહંકાર ચડાવે છે કહે છે કે મોદી હે તો મુમકિન હૈ પેટ્રોલનો ભાવ ₹500 થશે તો પણ અમારે મોદી જોઈએ છે આવો અહંકાર અને અભિમાન અંધ ભક્તો દ્વારા થઈ રહ્યો છે જે પગલે ભાજપ વધુને વધુ અહંકારી બની ગયો છે. રામના નામે મતો લેનારા ને મારે કહેવું છે કે રામના નામે મત તો લઈ લો છો પણ રામરાજ્ય જેવું હતું તેનું અનુકરણ કરો છો ખરા ભાજપના પ્રમુખો ધારાસભ્યોને પણ સરકારમાં પત્રો લખવા પડે કે પાણી પીવાય તેવું આવતું નથી અને ડહોળું અને ગંધાતુ આવે છે પરંતુ ભાજપના પેટનું પાણી હલતું નથી ભારતીય જનતા પાર્ટી એ ખેડૂત વિરોધી છે તમે ભૂતકાળ જોવો કોંગ્રેસના સરકારમાં સહેજ પણ ખેડૂતને નુકસાન થતું એને પૂરતી સહાય ની રકમ તાત્કાલિક મળતી હતી ઝૂંપડું તણાયુ હોય તો પાકું મકાન અને બકરી, ગાય, ભેસ ગઈ હોય તો કોંગ્રેસે એ આપ્યું હતું હાલ કેટલા વાવાઝોડાઓ ગયા પરંતુ ખેડૂતોને પૂરતી સહાય મળતી નથી અને 16 લાખ કરોડ દેવું ઉદ્યોગકારોનું માફ કર્યું છે આગામી ચૂંટણીમાં તારીખ 4 જૂન ના રોજ ભારતીય જનતા પાર્ટીની સાન ઠેકાણે ગુજરાતની પ્રજા લાવશે તેમાં શંકાને સ્થાન નથી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટના પ્રભારી બીપેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું
અંતમાં આભાર વિધિ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ ચૂંટણીમાં કરેલી કામગીરી અંગે અને ધોમધખતા તાપમાં શહેર અને જિલ્લામાંથી પધારેલા તમામ કોંગી મિત્રોનો આભાર વ્યક્ત કરેલ હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરાયેલા રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારોતરીયા બિપેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિના અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શૈલેષભાઈ કપુરીયા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા, વાંકાનેર ના પૂર્વ ધારાસભ્ય મહમ્મદ જાવેદ પીરઝાદા, મહેશભાઈ રાજપુત, ડોક્ટર હેમાંગભાઈ વસાવડા, રાજદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, દિલીપભાઈ આસવાણી, ઘનશ્યામસિંહ જાડેજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી, શહેનાઝબેન બાબી, અશોકસિંહ વાઘેલા, મેરુનબેન કુરેશી, ધરમભાઇ કામલિયા, મહેન્દ્રસિંહ જાડેજા, નયનાબા જાડેજા, અવસરભાઈ નાકિયા, પ્રભાતભાઈ ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, જયાબેન ચૌહાણ, કૃષ્ણદતભાઇ રાવલ, કૃષ્ણકાંત ચોટાઈ, પંકજભાઈ નસીત, વિજયસિંહ જાડેજા, લાખાભાઈ ડાંગર, મનીષાબા વાળા, ચતુર સિંહ જાડેજા, સંજયભાઈ લાખાણી, આશિષભાઈ કુંજડિયા, નરેન્દ્રભાઈ સોલંકી, દીપુ બેન રવૈયા, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, પ્રવીણભાઈ ગાબુ, દિલુભા જાડેજા, માધાભાઈ વેગડા, ગીરીશભાઈ ઘરસંડીયા, હેમલભાઈ પેસેવાડીયા, ગૌરવભાઈ પુજારા, હિરલબેન રાઠોડ, માયાબેન, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More