હાલ વેકેશન નો સમય હોઈ પ્રોજેક્ટ મુસ્કાનની ટીમ દ્વારા જરૂરીયાતમંદ દીકરીઓના ઘરે ઘરે જઈને નિઃશુલ્ક સેનેટરી પેડ વીતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે દીકરીઓ સાથે તેમની માતાઓને પણ સેનેટરી પેડના ફાયદા સમજાવમાં આવી રહ્યા છે.
મેંગોપીપલ પરીવાર દ્વારા કાર્યરત પ્રોજેક્ટ મુસ્કાનના ફાવુન્ડર શ્રીમતી રુપલબેન રાઠોડ જણાવે છે કે ” સેનેટરી પેડ એક નિયમીત જરૂરીયાતની વસ્તુ છે, માટે તેને એક વખત દિકરીઓને આપી તે પૂરતું નથી હોતું. હાલ જયારે વેકેશન છે ત્યારે જરૂરીયાતમંદ દીકરીઓના ઘરે જઈને આ જરૂરીયાતની વસ્તુ પહોંચાડીએ છીએ. અને દિકરીઓને શરમ સંકોચ છોડાવી તેને સેનેટરી પેડનો ઉપયોગ કરતી કરીએ છીએ.
કોઈ પણ જાતની શરમ વગર દીકરીઓના ઘરે જઈને સેનેટરી પેડ પહોંચાડવા માટે શ્રીમતી રુપલબેન રાઠોડ, શ્રીમતી મોનાબેન રાજવીર, શ્રીમતી ઉષાબેન રાવત તથા મેંગોપીપલ પરીવારના શ્રી મનીષભાઈ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૧ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ સંસ્થા છે.
મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક એજ્યુકેશનની સાથે સાથે જ્ઞાન અને ગમ્મત અને શુદ્ધ પોષ્ટિક નાસ્તો પણ આપે છે.
ઉપરાંત મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા છેલ્લા ૬ વર્ષથી છેવાડાની બહેનો દીકરીઓને દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડ તથા નિઃશુલ્ક અંડરગારમેન્ટ પણ પહોંચાડે છે.
મેંગોપીપલ પરીવારનો સંપર્ક કરવા માટે અને આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે
મનીષ રાઠોડ અને રૂપલ રાઠોડ મોબાઈલ નંબર – 9276007786 પર સંપર્ક કરવા અનુરોધ છે.
ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ…
Author: ભાગવત ભૂમિ
Hi