Search
Close this search box.

Follow Us

કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલીઓ દુર કરવા માટે કસવાળા પ્રયત્નશીલ

 

 

*

*સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ગામડાઓમાં પાણીનો પોકાર ઉઠે તે પહેલાં તંત્ર ને સાબદું કરવા કસવાળાનો ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીશ્રી કુંવરજીભાઈને અનુરોધ*

*સાવરકુંડલા લીલીયા વિસ્તારોમાં નર્મદાનું પાણી વધારવા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને ફોન અને લેખીત રજૂઆત – મહેશ કસવાળા*

 

*ખારાપાટ વિસ્તાર ગણાતા ગામડાઓમાં નર્મદાનું પાણી જીવન જરૂરી – મહેશ કસવાળા*

 

*કૂવાના તળ ઉંડા ગયા, નર્મદા પર જીવંત ગામડાઓ પ્રત્યે સંવેદનશીલ સરકાર ને રજુઆત કરતા ધારાસભ્ય મહેશ કસવાળા*

 

*ગામડામા વાલમેનોના પક્ષપાતી વલણ અને ખરાબ વર્તણુકની ફરિયાદ સામે કસવાળા રોષિત*

 

*પક્ષપાતી વલણ ધરાવતા વાલમેનોને જિલ્લા બહાર મુકવા ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપતા કાર્યદક્ષ ધારાસભ્ય કસવાલા*

 

 

 

સાવરકુંડલા – લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ઉનાળાની સિઝનમાં પિવાના પાણીની તંગી ખુબજ મોટા પ્રમાણમાં ઊભી થયેલી જણાય રહી છે ત્યારે ગ્રામીણ ગામડાઓમાં નર્મદાના પાણી સાથે વાલમેનો ના પક્ષપાતી વલણ સામે પણ ધારાસભ્ય મહેશ કસવાળા લાલઘૂમ થયા છે ને આવા વાલમેનોને જિલ્લા બહાર મૂકવા સુધીની લેખિત રજૂઆતો ધારાસભ્ય કસવાળાએ ગ્રામીણ ગામડાઓમાં પીવાની પાણીની મુશ્કેલીઓ દૂર કરવા અંગેની જરૂરી રજૂઆતો તંત્રના બાબુ અને મંત્રીશ્રીને કરી છે. લીલીયા તાલુકો ખારાપાટ વિસ્તાર હોઇ સ્થાનિક પીવાના પાણીનો કોઇ સ્ત્રોત ઉપલબ્ધ નથી ફકત નર્મદાના પાણી આધારીત પીવાનું પાણી મળે છે પરંતુ ગરમીના પ્રકોપના કારણે પાણીની જરૂરીયાત વધતા મોટાભાગના ગામોમાં પણ પાણીની તંગી ઉભી થયેલ હોવાની ફરિયાદો મળી રહી છે જયારે સાવરકુંડલા તાલુકાના ૩૫ ગામો પણ ખારાપાટ વિસ્તારમાં આવેલ હોઇ ત્યા પણ કોઇ સ્થાનિક સ્ત્રોત નથી અને બાકીના ગામો ડુંગરાળ વિસ્તારના હોઇ ત્યાં પાણીના તળ ખુબજ ઉંડા ગયેલ છે અને કુવા તેમજ બોરમાં પાણી હાલ ઉપલબ્ધ નથી તેમા પણ નર્મદાનું પાણી હાલ આપવામાં આવે છે તે ખુબજ ઓછા પ્રમાણમાં હોઇ તેવા ગામો વિજપડી, ગાધકડા, ઘાંડલા, નેસડી, બાઢડા, જુનાસાવર, મઢડા, ડેડકડી, સાકરપરા, દોલતી, છાપરી તેમજ અન્ય ગામોમાં પણ પાણીની તંગી ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળેલ છે આ તંગીના કારણે ઉનાળાની સિઝનમાં જરૂરીયાત મુજબનું પીવાનું પાણી ન મળવાના કારણે લોકોમાં નારાજગી વ્યાપેલી હોવાનું જણાય રહ્યુ છે પુરતા પ્રમાણમાં પીવાનુ પાણી મળી રહે તે માટે કોઇ ટેકનિકલ મુશ્કેલીઓ હોઈ તો જીલ્લા કક્ષાએ આ અંગેની રિવ્યુ મિટીંગ રાખી પ્રાયોગીક ધોરણે ટેકનિકલ મુશ્કેલીઓ દુર કરી વધારે જથ્થો પાણીનો આપવામાં આવે તે ખુબજ આવશ્યક જણાય રહ્યું છે સાવરકુંડલા લીલિયા વિધાનસભા વિસ્તારમાં નર્મદા અને મહિપરીએજ યોજના આધારીત પીવાનું પાણી મળતુ હોઇ આ વ્યવસ્થા ૧૫ થી ૨૦ વર્ષ પહેલાની હોઇ પાઇપો તુટી જવાના બનાવો અવાર-નવાર બનતા હોઇ, ટેકનિકલ પ્રશ્નો ઇસ્યુ થતા હોઇ તેને નિવારવા ખુબજ જરૂરી છે તેથી નર્મદા અને મહીપરીએજ યોજનાના પાણીના જથ્થામાં વધારો કરવા, યાંત્રીક ખામીઓ તાત્કાલીક નિકાલ કરવા અને વિતરણ વ્યવસ્થામાં વાલમેન સહિત સ્ટાફના નેટવર્કમાં રહેલ ખામીઓ દુર કરવી ખુબજ જરૂરી જણાય છે ગ્રામીણ ગામડાઓમાં પાણી પુરવઠા તંત્ર દ્વારા પાણીની સગવડતા અંગે તકેદારી રખાઈ છે પણ અમુક વાલમેનો પક્ષપાતી વલણ દાખવતા હોવાની ફરીયાદો મળી રહી છે જેમાં પણ તપાસ કરીને યોગ્ય દાખલારૂપ કામ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લાગણીઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ને આવા વાલમેનોને સજાના ભાગરૂપે અન્ય જિલ્લામાં ટ્રાન્સફર બદલી કરવામાં આવે તો પાણીની થોડીઘણી મુશ્કેલીઓ પણ મહદ અંશે અંકુશમાં આવી શકે છે જયારે હાલના તબકકે ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની તંગી વર્તાય નહી તે માટે પાણીનો વધુ જથ્થો ફાળવવા અને નિયમીત પણે પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાવવા જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને મુખ્ય ઇજનેરને પત્ર સાથે ટેલીફોનીક વાત કરીને ત્વરિત યોગ્ય વ્યવસ્થા સાથે સહકાર આપવાનો અનુરોધ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ કર્યો હતો તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા ની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More