વિસાવદર કોર્ટ વિજકંપનીની લેણી રકમની દરખાસ્તમાં જંગમ જપ્તી વોરન્ટ કાઢતા રકમ ભરાઈ

*

 

વિસાવદરતા.વિસાવદર સિવિલ કોર્ટમાં પી.જી. વી.સી.એલ.કંપનીના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમારસાહેબની સૂચના અને માર્ગદર્શન થી વિસાવદર સિવિલ કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(૨)ના નાયબ ઈજનેર કમલ અખેણીયા દ્વારા વિસાવદર કોર્ટમાં નાની મોણપરી ગામના બધીબેન ઉર્ફે લાભુબેન પુનાભાઈ મકવાણા સામે પી.જી.વી.સી.એલ. કંપની તરફથી દાવો દાખલ કરવામાં આવેલ જે દાવાના કામમાં સમન્સ બજાવવા જતા તેઓનું નામ બધીબેન નહિ હોવાનું જણાવી અવારનવાર સમન્સ પાછો મોકલતા આ જ વ્યક્તિ પી.જી.વી.સી

એલ.કંપનીના અગાવ ગ્રાહક હોય તથા અગાવના દાવામાં પણ આજ નામે સમન્સ સ્વીકારેલ હોય તેમજ આ જ નામે કોર્ટમાં હાજર થઈ દાવામાં સમાધાન કરારદાદ કરેલ હોય અને દરખાસ્તમાં પણ આજ નામે હાજર થઈ રકમ જમા કરાવેલ હોય તેવી હકીકતો સાથે પી.જી.વી.સી. એલ. કંપનીના વિસાવદરના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા રજુઆત કરી દાવામાં બધીબેન તથા લાભુબેન નામની વ્યક્તિ એક જ હોય તે સંબંધે અરજી આપી રજુઆત કરતા દાવામાં નામનો સુધારો કરવા કોર્ટ હુકમ કરેલ ત્યારબાદ પણ પ્રતિવાદી નામદાર કોર્ટમાં હાજર રહેલા નહિ અને દાવો વાદી કંપનીની ફેવરમાં મંજુર કરવામાં આવેલ દાવો મંજુર થયા બાદ પણ પ્રતિવાદીને રકમ ભરવા પી.જી.વી.સી. એલ કંપની તરફથી નોટિસ આપી જણાવવા છતાં રકમ નહિ ભરતા ફરીથી વિસાવદર કોર્ટમાં તેમની સામે દરખાસ્ત એડવોકેટ નયનભાઈ જોશી મારફતે દાખલ કરતા તે કામમાં પ્રતિવાદી સામે જંગમ જપ્તી વોરન્ટ ઇસ્યુ કરવા વિસાવદર કોર્ટ હુકમ કરતા દરખાસ્ત નંબર ૩૮/૨૪થી દરખાસ્ત દાખલ કરેલ હોય તે દરખાસ્તમાં પ્રતિવાદી દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારતમાં કોર્ટનો હુકમ હોવાછતાં રકમ જમા નહિ કરાવતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિસાવદર સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા તેમની એટલે કે પ્રતિવાદીની મિલકત જપ્તી કરવા અરજી કરતા વિસાવદર કોર્ટના ન્યાયાધીશ એસ.એસ. ત્રિવેદી દ્વારા હુકમ કરતા તાત્કાલિક અસરથી વિસાવદર કોર્ટમાં આવી વાંધા સાથે પુરેપુરી રકમ જમા કરાવી દીધેલ છે.આજરોજ વિસાવદર કોર્ટના બેલીફ એમ.ડી.વાઢેર તથા જીતેન્દ્ર લાલવાણી દ્વારા પ્રતિવાદીને ત્યાં જઈ વોરન્ટની જાણ કરતા પ્રતિવાદીએ નામદાર કોર્ટમાં હાજર થઈ રકમ ભરી આપેલ આમ માત્ર દરખાસ્ત કર્યાના ૧૯ દિવસમાં જંગમ મિલકત જપ્તીનો હુકમ થતા વીજચોરી કરનાર લોકોમાં ફફડાટ મચી ગયો છે અને કોર્ટ દ્વારા વીજ બીલની રકમ નહિ ભરતા લોકો સામે કડક કાર્યવાહી કરેલ છે. (ફોટા સાથે)

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…