ગોંડલ ની પ્રાચીન જગ્યા મહા સિદ્ધ યોગી મહાત્મા લોહલંગધામ અન્નક્ષેત્ર ખાતે ચાલી રહેલ રામકથા હેતુ માટે નહીં માત્ર હેત માટે ચાલતી દિવ્ય અને ભવ્ય કથા આઠમા દિવસે મોરારીબાપુ એ ધનુષ્યભંગ કથા સાથે અહલ્યા દર્શન વિષ્ણુ અવતારી પરશુરામ ની કથા ને આગળ ધપાવતા કથા માર્મિક સાથે રમૂજ દર્શન કરાવ્યું હતું.
અહેવાલ આલેખન બ્રિજેશ વેગડા મોટાદડવા
ગોંડલના મહાસિદ્ધ પુણ્યશ્લોક રાજવી સરભગવતસિંહજી જ્યારે બીજા પ્રેમ શ્લોક પુરૂષ સિદ્ધ યોગી લોહલંગરી બાપુ ને ચેતના ને વંદન કર્યા હતા.બાપુએ જણાવેલ ચેતન સમાધી નો અર્થ શું? જે સ્થાનમાં જવાથી જડતા મટે અને ચૈતન્ય પ્રગટે એ સ્થાન એટલે ચેતન સમાધિ.જેમાંથી જડતાપણું ખતમ થઈ જાય ,પથ્થરત્વ બનેલ જડવત ચેતના પ્રગટ તે સ્થાન કે દલ કે કેન્દ્ર એટલે ચેતન સમાધિ .આ તકે વધુમાં જણાવતા બાપુએ કહેલ માનસ રામકથા શુ છે.?રામકથા એ એક ખાણ છે.જેમ કોલસા ચાંદી કે સોના ત્રાંબા મણી ની ખાણ આ બધી ખાણ રૂચીકર છે.જ્યારે રામકથા રૂપી ખાણ સુંદર અને આનંદિત કરી દેતી ખાણ છે.સંત તુલસીદાસ કહે છે.રામકથા પાવન ખાણ છે.જે પવિત્ર છે.જો કે ખાણો મોટાભાગે પૃથ્વી અને પર્વતમાં જોવા મળે.અહીં ઉંચાઈ અને તળિયાનો સમન્વય છે.જો ઉંચાઈ એ શ્રીણ નો કર્યું હોય અને તળિયાએ નિંદા ન કરી એ પર્વતમાં ખાણો હોય તો રામકથા એ ક્યાં પર્વત ની ખાણ વેદ પુરાણ ભાગવત ઉપનિષદ વેદમાં સંકેતાત્મક રામકથા મળે એ સર્વે આદિ પર્વત છે.જે પવિત્ર છે.રામકથા એ લોકમાં પણ છે.અને વેદમાં પણ છે.આપણે કહીએ ગિરનાર કેટલો જૂનો તો હિમાલય ના દાદા ના દાદા ના દાદા જેટલો જૂનો ગિરનાર એ યોગી અને સિદ્ધ પુરૂષ ની ખાણ છે.કોઈ મર્મી સજ્જન કે કોઈ યોગી આવી સુંદર પાવન ખાણો શોધી કાઢે જે સુમતિ નામની કોદાળી થી ખાણ ખોડાઈ છે. જો જ્ઞાન અને વૈરાગ ની દૃષ્ટિ થી ખોદશે તો મળશે એ માટે દ્રષ્ટિ આવશ્યક છે.સો કરોડ ખાણો છે.એમાની એક ખાણ આપણે ગોંડલ આંગણે લઈ ને બેઠા છીએ એ આવો સુંદર મર્મ રામાયણ વિશે સમજાવ્યો હતો.આપણે ભક્તિ કરીએ છીએ પરંતુ અભિલાષા સાથે કરીએ છીએ.હું જ્યારે રામાયણ ના પાઠ ભણતો ત્યારે જણાવેલ કે ત્રણ વસ્તુ નું હંમેશા ધ્યાન રાખવું “સ્વર ભેદ,સુર ભેદ ,શબ્દ ભેદ સ્વરભેદ -એ ઈશ્વર ભેદ સ્વર વાળા ઈશ્વર માં ભેદ જોશે બીજું સુરભેદ- જે સંપૂર્ણ થવા નથી દેતા જે અધૂરા રાખે છે.ત્રીજું શબ્દભેદ- બ્રહ્મતત્વમાં નિરૂપણ કરવા માંડે છે. વારંવાર વિષાદ ઉત્પન થવા લાગે ત્યારે ત્રણ ભેદ થાય છે.સવાર સવારમાં ચીડ ચીડ ન કરવું ચીડ ચીડ એ ઔષધિ નથી. કથા દરમ્યાન નીતિનભાઈ વડગામા દ્વારા પુસ્તક પ્રકાશિત કરાયું યુગધર્મ તેમજ જયદેવ માંકડ દ્વારા પ્રકાશિત પુસ્તક “બાવો બોર બાટતા” પુસ્તકનું વિમોચન વ્યાસપીઠ પર રૂપલબેન માંકડ દ્વારા કરાયું હતું.બાપુએ જણાવ્યું હતું કે 24 કલાક પ્રસન્ન રહેવું એ પણ સતજુગ છે. ગોંડલ ની કથામાં ભૂમિ નો પ્રભાવ છે.સિદ્ધપુરુષ પણ કારણ હોઈ શકે કે અથવા તો લોહલંગરીબાપુ નો પ્રભાવ રાજવી ભગાબાપુ પણ કારણ હોય છે.ભૂમિ નો પ્રભાવ જોવા મળે છે.બાપુ એ ટાગોર અને ભગવતસિંહજી વિશે સુંદર વાત કરી હતી તેમજ આપણે ત્યાં શીલવંત સાધુ થયા તેમ રાજાઓ પણ શીલવંત થયા છે.ચીનાઈ માટીમાં અથાણાં ભરીએ તો બારેમાસ તેમની વાસ નથી જતી એમ આ ભૂમિ ની શતાબ્દી સુધી જેમને સુવાસ ફેલાઈ તેમની વાસ કેમ જતી રહે.આ પ્રસંગે અહલ્યા દર્શન ની કથા કરતા બાપુ એ જણાવેલ કે ઉદ્ધાર ના દાવા કરનાર ક્યારેય સ્વીકાર નથી કરતા પરંતુ રામે અહલ્યા ના ઉદ્ધાર માટે સ્પીડ માં ત્યાં થી પસાર ન થયા પરંતુ ત્યાં ઉભા રહી સ્વીકાર કર્યો સ્પીડમાં જતા લોકો પર પથ્થર ના ઘા કરવા પડે પરંતુ ઊભા રહેનાર ને જગત સ્વીકાર કરવા પડે આ ભર કળિયુગ માં ભર ઉનાળામાં કથા સાંભળવા શુ કામ આવીએ છીએ ?રામ ઉભા છે રામ મંદિરમાં હજુ રામની મૂર્તિઓ ઉભી જ જોવા મળે છે અયોધ્યામાં રામલ્લા ઉભા છે દરેક રામ મંદિરમાં રામ ઉભેલા જ દેખાશે સાધુ પુણ્યાત્મા ના પક્ષ ઓછા હોઈ પરંતુ પાપાત્માના પક્ષમાં વધુ હોય.ઉદ્ધાર સાધુ જ કરે
મા કૌશલ્યા એ રામને પ્રગટ કર્યા અને પ્રગટ નું કારણ બન્યા.એ જ રામ અહલ્યાના પ્રગટ નું કારણ બન્યા.અહીં કૌશલ્યા અને અહલ્યા સારા લાગે એવા શબ્દો અહીં રામે અહલ્યા ના ત્રિભંગી વસ્તુ પાપ તાપ અને સંતાપ દૂર કર્યા. રામાયણ માં જ્યાં જ્યાં રઘુનાયક શબ્દ આવે ત્યારે રામ ધનુષમાં જોવા મળે રઘુનાયક શબ્દ આવે એટલે ધનુષ સાથે હોય.બાપુ એ વધુમાં જણાવતા કહેલ સિંઘ નાદ એટલે ઉપકરણ ની જરૂર ન પડે કાર્યસિદ્ધ થઈ જાય કાર્યસિદ્ધિની પૂર્વભૂમિકા એટલે સિંઘનાદ સિંહ ફાળો ગોંડલ રાજ્યનો આટલો વિકાસ કન્યા કેળવણી ,પકૃતિ પ્રજાકલ્યાણ સિંહફાળો છે.ગોંડલ ભાવનગર નો સબંધ અનેરો રહ્યો છે.રામાયણ ના વક્તાનો પણ સિંઘ નાદ કરે છે.બાપુએ નાદ શબ્દને વિશે જણાવતા કહેલ શબરીના બોરમાં કેવો સ્વાદ એના માટે રામની જીભ જોઈએ એમ સંસ્કૃતના શ્લોક માટે બ્રાહ્મણ ની જીભ જ શોભે એમ ભજન અને રામાયણ ની ચોપાઈ માટે સાધુ ની જીભ જ શોભે જ્યારે ચારણ સાહિત્ય દુહા છંદ માટે ચારણ ની જીભ જ શોભે આ સાથે ધનુષ્યભંગ કથા પરશુરામ સાથે રામ-લક્ષમણ નો વાર્તાલાપ સાથે જનકપુર ની કથા જણાવી હતી.હાલ કથાના ગણતરી ની કલાકો બાકી રહી છે ત્યારે પંડાલ ટુંકો પડે તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.જય સિયારામ
સંપૂર્ણ