રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના ના મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી કેન્ડલ માર્ચ કરતું ઇન્ડિયા ગઠબંધન

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશીની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટના કાલાવડ રોડ પર તંત્ર વાહકોની ઘોર બેદરકારી અને અક્ષમ્ય લાપરવાહીને પગલે સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમ ઝોનમાં આગ લાગવાની સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈ ઇન્ડિયા ગઠબંધન દ્વારા તમામ મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

 

 


દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ માટે રાજકોટના રેસકોર્સ ના બહુમાળી ભવન પાસેના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યકર અને આગેવાન, રાજકોટ શહેરના નગરજનો દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા આજના કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં ગુજરાત પ્રેસ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા, હવે કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, રાજકોટ લોકસભા ના ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ઇન્દ્રનીલ રાજગુરુ, રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારોતરીયા અને બિપેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઈ વસોયા, ઋત્વિકભાઈ મકવાણા, લલીતભાઈ કગથરા, હીરાભાઈ જોધવા, હિતેશભાઈ વોરા, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપુત, અજીતભાઈ લોખિલ, નિદતભાઈ બારોટ, દિલીપભાઈ આસવાણી, ઇન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પરેશભાઈ શિંગાળા, પ્રભાતભાઈ ડાંગર, કેશવજી પરમાર, મીનાબેન જાદવ, ઇમરાન કામદાર, હિરલબેન રાઠોડ, કૌશિક ભાઈ મકવાણા, પ્રફુલાબેન ચૌહાણ, નારણભાઈ ખેર, ગીરીશભાઈ પટેલ, આર.કે બાબરીયા, અશોકસિંહ વાઘેલા, સંજયભાઈ અજુડીયા, દિલીપભાઈ પરમાર, કેતનભાઇ તાળા, વિજયસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, યૂનુસભાઇ જુણેજા, અમિતભાઈ કટારીયા, જય કારિયા, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો રાજકીય સામાજિક કાર્યકરો અને શહેરની જનતા બહોળી સંખ્યામાં કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત રહી હતી.

અતુલ રાજાણી,
(મો :- ૯૮૭૯૮૦૦૧૦૦).

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More