રાજકોટમાં નાના ભૂલકાં સહિત લોકોની જિંદગી સાથે ચેડાં કરી રહેલા અધિકારીઓની સાથે સાથે રાજકીય નેતાઓ એવાં પ્રજાના પ્રતિનિધિઓ પણ સરખે સરખા જવાબદાર છે તેમ છતાં કોઇપણ દુર્ઘટનામાં તેમની પર કોઈ આંચ આવતી નથી. રાજકોટના કેસમાં પણ વહીવટી તંત્રમાં સફાયો કરાયો છે પરંતુ નેતાઓને ! સરકારની છત્રછાયા મળેલી છે.ગુજરાતની જનતા માટે અતિ દુખદ ઘટના એ છે કે જે વિસ્તારમાં લોકોના જીવન સાથે રમત થતી હોય ત્યાં તે વિસ્તારનો સંસદસભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટર કે સ્થાનિક સંસ્થાનો સભ્ય કેમ જવાબદાર હોઈ ન શકે, કેમ કે નિયમ વિરૂદ્ધનું કોઇ કામ અધિકારીએ કરવું હોય તો ક્યાં તો તેણે ભ્રષ્ટાચાર કરીને અનુમતિ આપી હશે અથવા તો પોલિટીકલ પ્રેશર વિના તે શક્ય બનતું નથી.ચૂંટણી આવે એટલે મતોની ભીખ માંગવા નિકળી પડતાં નેતાઓને લોકોના આંસુની કોઈ કિંમત નથી, કારણ કે તેમનામાં સંવેદનાનો છાંટો પણ બચ્યો નથી. લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત રાજકોટના પદાધિકારીઓ પૈકી ભાગ્યેજ કોઈ નેતા આ ઘટનાસ્થળે ફરક્યો હશે. જાહેર લોકોમાં એવી ચર્ચા છે કે આ વિસ્તારના કે કોર્પોરેટરની પણ જવાબદારી બને છે, કારણ કે તેઓ કોઈને કોઈ સરકારી ઝોનમાં બાળકો નિર્ણયમાં સામેલ હોય છે.ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આગ ફાટી નિકળવાની કે પાણીમાં ડુબી જવાની અનેક ઘટનાઓ બની છે. જે લોકો ધંધાર્થી છે અને જેમને બિઝનેસ કરવો છે તેઓ રૂપિયા ખવડાવી નિયમોની ઐસી તૈસી કરીને પળવારમાં મંજૂરીઓ લઈ લેતા હોય છે પરંતુ જ્યારે કોઇ દુર્ઘટના બને છે ત્યારે આ મંજૂરીઓ યાદ આવતા નાના કર્મચારીઓનો સૌથી પહેલો ભોગ લેવાય છે.સરકાર વિભાગોમાંથી એવો દાવો કરે છે કે પરંતુ જિલ્લાની કચેરીઓ પર સહેજ પણ ધ્યાન કેન્દ્રીત કરાયું નથી. જાત તપાસ કરવામાં આવે તો ખબર પડે કે ભ્રષ્ટતંત્રના કારણે લોકોની ભાવના અને આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. જાહેર સ્થળોએ જ્યારે લોકોનો સમૂહ ભેગો થતો હોય, હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લેતા હોય, જાહેર સમારંભોમાં ટોળાં એકત્ર થતાં હોય કે સિનેમાહોલ, બાગ- બગીચા, એન્ટરટેઈનમેન્ટ ઝોન અથવા ગેમિંગ ઝોનમાં બાળકો વધુ માત્રામાં આવતા હોય ત્યારે તેમની સેફિટ માટે પગલાં કેમ લેવામાં આવતા નથી તે વિચારવાનો સમય છે. રાજકોટની ઘટના હોય કે મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય, રાજકીય નેતાઓનો વાળ પણ વાંકો થયો નથી. વડોદરાનો હરણીકાંડ તેમજ સુરતના તક્ષશીલા કેસમાં પણ રાજકીય નેતાઓ આઝાદ રહ્યાં છે.