રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહોના ડીએનએન મેચ થાય હોવાની વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરી છે. તો બીજી તરફ ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં દલીલો બાદ કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.19 મૃતદેહ સ્વજનોને સોંપાયાસત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (રહે. રાજકોટ)સ્મિત મનીષભાઈ વાળા (રહે. રાજકોટ)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા (રહે. રાજકોટ)જીગ્નેશ કાળુભાઇ ગઢવી (રહે. રાજકોટ)ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (રહે. ભાવનગર)વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (રહે. રાજકોટ)આશાબેન ચંદુભાઈ કાથડ (રહે. રાજકોટ)સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રહે. જામનગર)નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (રહે. જામનગર)જયંત અનીલભાઈ ઘોરેચા (રહે. રાજકોટ)હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર (રહે. રાજકોટ)ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (રહે.રાજકોટ)વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા (રહે. રાજકોટ)દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા (રહે. સુરેન્દ્રનગર) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (રહે. રાજકોટ)શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (રહે.ગોંડલ)નીરવભાઈ રસિકભાઈ વેકરીયા (રહે. રાજકોટ)વિવેક અશોકભાઈ દુસારા (રહે. વેરાવળ)ખુશાલી અશોકભાઈ મોડાસિયા (રહે. વેરાવળ)પોલીસે વધુ એક વ્યક્તિની અટકાયત કરીમળતા અહેવાલો મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની અટકાયત કર્યા બાદ પૂછપરછ શરૂ કરી દીધી છે. મહેશ રાઠોડ આરોપી રાહુલ રાઠોડનો કાકા છે. અગ્નિકાડંમાં મહેશ પણ દાઝ્યો હતો અને તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસે જગ્યાના માલિક અશોક સિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટના બાદ કુલ ચાર આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે મહેશ રાઠોડની અટકાયત કરાઈ છે.આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂરઆ દરમિયાન આજે આરોપી ધવલ ઠક્કરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ અમદાવાદનો રહેવાસી ધવલ ઠક્કરે જણાવ્યું કે, હું નિર્દોષ છું. રાજકોટ અગ્નિકાંડમાં પ્રકાશ હીરણ (જૈન) મુખ્ય આરોપી છે. ગઈકાલે કોર્ટમાં ત્રણ આરોપીઓને હાજર કરાયા હતા, જ્યાં તેઓએ કહ્યું હતું કે, પ્રકાશ હીરણ જ મુખ્ય આરોપી છે અને બધા આરોપીઓએ તેનું જ નામ આપ્યું છે.ધવલની આબુરોડથી અટકાયત કરાઈ હતીરાજકોટ અગ્નિકાંડમાં અગાઉ કોર્ટે અટકાયત કરેલા ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, ત્યારબાદ 28મી મેએ ચોથા આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરવામાં આવી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુ રોડથી અટકાયત કરી છે.6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાઆ પહેલા સરકારે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં આકરી કાર્યવાહી છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ.