રાજકોટ શહેરમાં કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ માં પીડીતોને ન્યાય અપાવવા ત્રિકોણબાગ ખાતે ત્રણ દિવસના ઉપવાસ

 

 

**પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ ની જાહેરાત**

 

આજરોજ રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગેમ ઝોનના અગ્નિકાંડમાં મોતને ભેટેલા પરિવારોને ન્યાય અપાવવા માટે આગામી તારીખ 7 જૂન થી લડતનો પ્રારંભ કરવામાં આવશે.

પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે અગ્નિકાડ ના મામલે છેલ્લા ત્રણ દિવસથી અમો શહેરમાં છીએ અને ટીઆરપી ગેમની મુલાકાત પણ લીધી હતી. આ ત્રણ દિવસમાં રાજકોટ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને પણ મળ્યા હતા પીડિત પરિવારોને પણ મળ્યા હતા આ માનવસર્જિત હત્યાના મામલે સરકાર ગંભીરતા નથી પીડિત પરિવારો બધાને ખાતરી હોય તેમ મોરબી, તક્ષશિલા કે વડોદરાનું હરણી તળાવના મામલે આજ દિન સુધી ન્યાય મળેલ નથી તો આ રાજકોટમાં ન્યાય મળશે કે કેમ તે એક શંકા છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાજકોટના નાગરિક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એકાદ બે પીડીતોને મળ્યા બાદ કોઈને મળ્યા નથી અને કોઈ નિવેદન કે શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ આવી નથી ત્યારે એક મા પોતાનો દીકરો જ્યારે ગુમાવે ત્યારે તે દીકરાની મા જાણી શકે કેટલું દુ:ખ છે. ગુજરાતના 156 ધારાસભ્યો 26 સાંસદો કોઈના પેટનું પાણી આવતું નથી ગરીબ પીડિતોના આંસુ લુછવાનુ બંધ કરી દીધું છે. રાજ્યના મુખ્યમંત્રી એ જાણે કે કોઈ સામાન્ય ઘટના બની હોય તે પ્રકારે ઊડતી મુલાકાત લીધી અને એકાદ બે પીડીતોને મળી પીડીતો ને ન્યાય મળે તે પ્રકારની કોઈ પણ ખાતરી આપવામાં આવી નથી. સરકારે એસઆઇટીમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં નિયમિત હપ્તા લેતા હોય તેવા અધિકારીઓની નિમણૂક કરાય છે. દારૂ જુગારમાંથી કરોડોની કમાણી કરી હોય અને આવા પ્રશ્ને અધિકારીઓ જ તો તપાસ કરતા હોય તો ક્યાંથી ન્યાય મળે ? ગુજરાતમાં અગાઉ બનેલી આ પ્રકારની ઘટનાઓમાં તમામ ઘટનાઓમાં એસઆઇટીના અધ્યક્ષ તરીકે સુભાષ ત્રિવેદીની જ નિયુક્તિ શા માટે ? માછલીઓને પકડી મગરમચ્છો ને ક્લિનચીટ આપી સરકાર શું બતાવવા માંગે છે. આજ સુભાષ ત્રિવેદી ના વળપણ હેઠળ સુરત ખાતે એરપોર્ટની મોકડ્રીલમાં પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં રિવોલ્વર માંથી ગોળીઓ ધરબી દીધી હતી. ખરેખર તો મોકડ્રીલ માં ગોળીઓ રખાતી નથી. મોરબી કાંડના તપાસના વડા એ સુભાષ ત્રિવેદી જ હતા 371 વ્યક્તિઓને સાક્ષીઓ બનાવ્યા છે એટલે કે આ કેસ 15 થી 20 વર્ષ ચાલવાનો હોય એ પ્રકારે ફિંડલુ વાળી દેવાનો સરકારનો પ્રયાસ છે ત્યાં ન્યાયની વાત ક્યાં આવે છે ? ત્યારે ફરી વખત સુભાષ ત્રિવેદી છે ત્યારે રાજકોટના ગેમ ઝોનમાં વિવિધ પરિવારોને ન્યાય મળશે કે કેમ તે એક શંકા છે ? ભ્રષ્ટાચારની એક રાતી પાઈ પણ લીધી ન હોય તેવા અધિકારીઓને અગ્નિકાંડમાં તપાસ થવી જોઈએ આ તપાસનીસ અધિકારીઓ ગાંધીનગર શાસકોના ઇશારે કામ કરે છે. રાજકોટના જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે મલબો હતો તે તાત્કાલિક હટાવી પુરાવાનો નાશ કરેલ છે જેસીબીઓ ફેરવી જમીન દોસ્ત કર્યું બેશર્મી પૂર્વક વર્તન કર્યું છે 72 ની રજીસ્ટરમાં એન્ટ્રી છે વિશેક વ્યક્તિ નેપાળના કર્મચારી હોવાનું પણ હોવાનું લોકમૂખે ચર્ચાય છે. ત્યારે સરકારનો 30 નો આંકડો સાચો દેખાતો નથી આ તપાસનીસ અધિકારીએ અગાઉના ત્યારે કેસમાં ભાંગરો વાટયો છે અમે માગણી કરીએ છીએ કે આ કેસમાં નિષ્ઠા, પ્રમાણિક અધિકારીઓની નિમણૂક કરાશે નહીં તો આગામી દિવસોમાં રાજકોટમાં લડતનો પ્રારંભ કરાશે મૃતક ને ચાર લાખનું વળતર એ પણ ફક્ત ઓછું છે એક કરોડનું વળતર સરકારે ચૂકવવું જોઈએ રાજકોટ ની લડતને આખરી અંજામ સુધી લઈ જશુ. ત્રિકોણબાગ ખાતે આંદોલન કરાશે ભુપેન્દ્રભાઈ પટેલ માટે શરમજનક બાબત છે તમારા જેવા મુખ્યમંત્રી ને પગલે અમારે 72 કલાક ઉપવાસ પર બેસવું પડશે.

લાલજીભાઈ દેસાઈ – સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે અમારા મિત્ર અને સંઘર્ષના સાથે શ્રી જીગ્નેશભાઈ મેવાણી અને હું દરેક પીડિત પરિવારોને વ્યક્તિગત રૂબરૂમાં મળવા ગયા છીએ. આ બનાવ બનવા પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ આખી સિસ્ટમ ભ્રષ્ટાચારી છે સૌથી નબળા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ છે સંવેદનશીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ ક્યાં છે કેમ પીડિતોની મુલાકાત ન લીધી ?

સરકારે બનાવેલી આ એસઆઇટી ટીમ છે કે ભાજપનું ભીનું સંકેલવાની ટીમ છે કે કેમ એ કંઈ સમજાતું નથી. ભાજપના એક કાર્ય કરે કહ્યું સરકાર એક્શન મોડમાં છે પરંતુ સરકારે રાતોરાત પુરાવાનો નાશ કરવાના મૂળમાં હતી અને મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી તમામ પુરાવાઓ નાશ કર્યા છે એસઆઇટીમાં પોતાના મળતીયાઓને ગોઠવી સરકાર પીડીતો ને કહે છે કે આ મુદ્દે આક્રમક ન બનતા જનતાના મોઢે તો મૃતકનો આંક સૌથી મોટો છે ચાલીસ તો કર્મચારી હતા 72 ની એન્ટ્રી હોય અને 99 ની સ્કીમ હોય ત્યારે સરકાર કોરોના કાળની જેમ મૃતદેહના આંકડા છુપાવવાનો પ્રયાસ કરે છે વિપક્ષ નહીં ગુજરાતના નાગરિકોની સલામતી અને ન્યાયની લડત છે આ રાજકોટના નાગરિકોને લડવાની જરૂર છે સાગઠીયા એ ભાજપના મોટા મગરમચ્છોના નામ આપ્યા છે તેવું પણ જણાય છે પરંતુ તેનો કોલર સરકાર પકડતી નથી આ સરકાર પર પહેલા દિવસથી જ અવિશ્વાસ કેમ કરો છો એવું મને ભાજપના એક આગેવાને જણાવ્યું ત્યારે મેં જણાવ્યું કે તક્ષશિલા અને મોરબીમાં પણ કોઈને સજા થઈ નથી. આમાં પણ આવું ન બને તે માટે ગુજરાતના નાગરિકોની આમાં અમે આહવાન કરીએ છીએ કે એસઆઇટીમાં જો પ્રામાણિક નિમણૂક ન કરે તો સરકારને મજબૂર કરવા અમો પ્રબુદ્ધ નાગરિકો સૌ સાથે મળીને ભારતના નાગરિકો દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ખાતે તારીખ 7/6/24 થી 72 કલાકના ઉપવાસ કરશું આશા રાખીએ છે કે ગુજરાતની બહેરી અને મૂંગી સરકાર આ મુદ્દે સરકાર સંવેદનશીલ બને. અંતમાં જીગ્નેશ મેવાણીએ જુનાગઢ ની ઘટના અંગે જે પ્રકારે ફિલ્મી સ્ટાઇલ થી દલિત યુવાનને ઢોર માર મારી નગ્ન કરી ભાજપના ગોંડલ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યના પુત્ર દ્વારા જે પ્રકારે દલિત પર અત્યાચાર ગુજારેલ છે તેમાં તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો જુનાગઢ બંધનું એલાન આપવામાં આવશે ્

આજની પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ડોક્ટર હેમાંગ વસાવડા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા, સિનિયર કોંગ્રેસ આગેવાનો સુરેશભાઈ બથવાર, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદભાઈ રાવલ, ગજેન્દ્રસિંહ ઝાલા, નાગજીભાઈ વિરાણી, જીતુભાઈ ઠાકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

 

અતુલ રાજાણી

Leave a Comment

Read More