ભાવનગર મંડલમાં 5મી જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

 

 

 

 

 

 

5 જૂન, 2024ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે “મિશન લાઇફ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે આપણા પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર વિશેષ થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ છે “Land Restoration, Desertification and Drought Resilience” એટલે કે જમીન પુનઃસ્થાપન, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા.

5 જૂન, 2024 (બુધવાર) ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે ભાવનગર શહેરના કૃષ્ણ નગર સ્થિત રેલ્વે તાલીમ કેન્દ્રના પરિસરમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર અને એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા સહિત ડીવીઝનલ ઓફિસના તમામ અધિકારીઓએ ભાગ લીધો હતો. ત્યાર બાદ ભાવનગર ટર્મિનસ રેલ્વે સ્ટેશન ખાતે ચંદ્રસિંહ ગોહિલની આગેવાની હેઠળ પર્યાવરણ આધારિત સુંદર શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસના પરિસરમાં “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલ્વે મેનેજરે પ્રાંગણમાં ઉપસ્થિત મંડળીય કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણ બચાવવા અને પર્યાવરણલક્ષી કામગીરી કરવાના શપથ લેવડાવ્યા હતા. પર્યાવરણ બચાવવા સંબંધિત મંડળના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલ્વે મેનેજરે સ્પર્ધામાં ભાગ લેનારને પ્રમાણપત્રો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચંદ્રસિંહ ગોહિલની આગેવાની હેઠળ પર્યાવરણ આધારિત સુંદર શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મંડળના સ્ટેશનો, હોસ્પિટલો, આરોગ્ય એકમો, રેલ્વે કોલોની, વર્કશોપ, શેડ અને ડેપોને હરિયાળા રાખવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્યુનિટી હોલ ભાવનગર પરા ખાતે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સમિતિ ભાવનગરના અધ્યક્ષા શ્રીમતી સંતોષી જી ના નેતૃત્વમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

માશૂક અહમદ

વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક

પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…