યાત્રિયોની સુવિધા માટે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર વધારાના રિઝર્વેશન કાઉન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી
યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 5 જૂન, 2024 (બુધવાર)થી ભાવનગર ડિવિઝનના વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર વધારાની રેલ ટિકિટ રિઝર્વેશન કાઉન્ટરની સુવિધા શરૂ કરી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે આ આરક્ષણ કેન્દ્ર દરરોજ સવારે 8:00 થી બપોરના 14:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મુસાફરોએ આ રિઝર્વેશન કાઉન્ટરનો મહત્તમ લાભ લેવા વિનંતી છે. આ વધારાના કાઉન્ટર ખુલ્યા બાદ હવે વસ્ત્રાપુરના લોકો માટે લાંબા અંતરની ટ્રેનોની રેલવે ટિકિટ બુક કરાવવાનું સરળ બનશે.
Author: ભાગવત ભૂમિ
Hi