આવતીકાલથી ત્રણ દિવસ અગ્નિકાંડના પીડિતોની સાથે શહેર કોંગ્રેસ ના ત્રિકોણ બાગ ખાતે ધરણા, ઉપવાસ આંદોલન

 

જિલ્લા પંચાયત ચોક, સંત કબીર રોડ સહિતના શહેરના તમામ વોર્ડના વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન પત્રિકા વિતરણ**

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જીંદગી હોમાઈ ગઈ છે. અગાઉના અગ્નિકાંડ અને ગોઝારી ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળેલ ન હોવાથી રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવા આવતી કાલથી તારીખ :- ૭,૮ અને ૯ જુન ૨૦૨૪ રાજકોટ ખાતેના ઐતિહાસિક ત્રિકોણબાગ ચોક ખાતે ઉપવાસ ધરણા આંદોલન શરૂ કરવામાં આવનાર છે. જેમાં અગ્નિકાંડમાં મૃત્યુને ભેટેલા વિવિધ પરિવારો પણ ઉપવાસમાં જોડાશે.

આ અંગેની શહેરમાં તૈયારીઓ આરંભી દીધી છે જેમાં રાજકોટ શહેર ના તમામ બોર્ડમાં જનજાગૃતિ અભિયાન અને પત્રિકા વિતરણ શરૂ કરવામાં આવેલ છે અને રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો અને રાજકોટની જનતાને જોડાવા અપીલ કરવામાં આવી છે તદુપરાંત પત્રિકા વિતરણમાં રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે અને પેડક રોડ પર પાણીના ઘોડે આજરોજ પત્રિકા વિતરણનો પ્રારંભ કરવામાં આવેલ છે.

શહેર ભરમા પત્રિકા વિતરણ માં દરેક વોર્ડ પ્રમુખો અને જિલ્લા પંચાયત ચોક ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સર્વશ્રી નરેન્દ્ર સોલંકી, રિયાઝ સુમરા, આર્યન પટેલ, દિલીપભાઈ આસવાણી, મેઘજીભાઈ રાઠોડ, દીપ્તિબેન સોલંકી, મેરૂનબેન કુરેશી, ડી.પી મકવાણા, એહસાન ચૌહાણ, જગાભાઈ મોરી, બ્રિજરાજસિંહ રાણા, રવિભાઈ જીત્યા, રોહિત રાજપૂત, હાર્દિક રાજપુત, ગૌરવ પુજારા, ગીરીશભાઈ પટેલ, જીગ્નેશભાઈ ડોડીયા, નાગજીભાઈ વિરાણી, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના યુનિવર્સિટી રોડ પર ઇન્દીરા સર્કલ પાસે પત્રિકા વિતરણ કરાયું હતુ. જેમાં ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, કિસાન સેલના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પાલભાઇ આંબલીયા, ગાયત્રીબા વાઘેલા, કાકડીયા પ્રવીણભાઈ, જગદીશભાઈ ડોડીયા, અશોકસિહ વાઘેલા સામે કાંઠે પત્રિકા વિતરણમાં પેઢક રોડ પર પાણીના ઘોડા પાસે તેમજ આજુબાજુના વિસ્તારમાં વેપારીઓને પત્રિકા નું વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, જશવંતસિંહ ભટ્ટી, હરેશભાઈ ભારાઇ, ચંદ્રિકાબેન વરાણીયા, નરેશભાઈ પરમાર, પ્રવીણભાઈ રોજાસરા, રમેશ વઘેરા, તેજસ ટોપીયા, રસિકભાઈ ભટ્ટ, નયનાબા જાડેજા, જયેશ ઠાકોર, જયદીપ આહીર, રેખાબેન રાઠોડ, પૂનમબેન રાજપૂત, ઠાકરશી ગજેરા, વિક્રમ સોલંકી, અરવિંદભાઈ મુછડીયા સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Read More