u
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલ ગઢ ગામે એક ઘરમાં પડેલી કારમાં પરપ્રાંતિય વિદેશી દારૂ ભરેલો હોવાની બાતમી ના આધારે વિદેશી દારૂ વિશકીની 118 નંગ બોટલ મળી આવેલ હતી. પોલીસે સેન્ટ્રો કાર કિંમત રૂપિયા 80 હજાર અને 118 નંગ બોટલ દારૂની કિંમત 44,320 રૂપિયા એમ કુલ મળીને 1,24,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છે.
ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાઁ વિદેશી દારૂની હેરફેર અને વેચાણ મામલે સખ્ત બનેલા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતનાં કડક આદેશો થી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સતત પેટ્રોલિંગ અને બાતમીદારો નું નેટવર્ક દોડાવી દારૂની બદી જડમૂળ થી કાઢવા કાર્યશીલ છે ત્યારે તાલુકા પોલીસના સંજયભાઈ પાઠક, વિક્રમભાઈ રબારી,વિભાભાઈ ઘેડ અને નરેશભાઈ ભોજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાઁ હતો તેં દરમિયાન કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી નાઓને ધ્રાંગધ્રાનાં ગોપાલ ગઢ ગામે એક ઘરમાં પડેલી કારમાં પરપ્રાંતિય વિદેશી દારૂ ભરેલો હોવાની બાતમી મળી હતી. પ્રોહીબીશન એકટ મુજબ રેડનો ઠરાવ લઈને તાલુકા પોલીસની ટિમ ગોપાલગઢ ગામના વિપુલભાઈ ગણેશભાઈ આડેસરા જાતે ઠાકોર વાળાનાં ઘરે પહોંચતા ઘરે કોઈ મળી આવેલ નહોતું પણ ફળિયામાં પડેલ સફેદ કલરની GJ 03 BA 8461 નંબરની હુન્ડાઈ કંપનીની સેન્ટ્રો કાર પડેલ હતી જેની તલાસી લેતા તેમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ વિશકીની 118 નંગ બોટલ મળી આવેલ હતી. પોલીસે સેન્ટ્રો કાર કિંમત રૂપિયા 80 હજાર અને 118 નંગ બોટલ દારૂની કિંમત 44,320 રૂપિયા એમ કુલ મળીને 1,24,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટર : રવિરાજ સિંહ પરમાર..ધાંગધ્રા
Author: ભાગવત ભૂમિ
Hi