..
………………………………………………………
આ કેસની ખરી હકીકત જોતા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશન ખાતે પોકસો એક્ટ કલમ તથા અન્ય આઇ.પી.સી. કલમ અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ. જેમાં ફરિયાદી ખોડાભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ અને ફરિયાદમાં જણાવ્યા મુજબના અનુસંધાને પોલીસ અધિકારીશ્રી દ્વારા તહોમતદાર અજયની અટક કરેલ અને પોલીસ અધિકારીશ્રી દ્વારા આ ફરીયાદ અનુસંધાને સઘન અને તટસ્થ તપાસ કરેલ અને જરૂરી સાધનિક કાગળો સાથે રાજકોટની નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ અદાલતમાં સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરેલ અને નામદાર અદાલત દ્વારા તહોમતદાર અજયને જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં મોકલવામાં આવેલ. આમ તહોમતદારના એડવોકેટ તરીકે રાજકોટ જિલ્લાના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા અને આ કેસ સબબ જામીન અરજી દાખલ કરેલ. આમ જામીન અરજી દાખલ કરતા પોલીસ અધિકારીશ્રી દ્વારા નામદાર કોર્ટમાં એફિડેવિટ રજૂ કરેલ અને સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલશ્રી દ્વારા જોરદાર દલીલો સાથે સખત વાંધો લેવામાં આવેલ અને જામીન અરજી રદ કરવા જણાવેલ. આમ તહોમતદારના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ વાસ્તવિક ઘટના અને બનાવ બાબતે વિસ્તૃત વિગત જણાવેલ અને વિવિધ પુરાવાઓ નામદાર કોર્ટમાં રજુ કરેલ અને કાયદા વિષયક વિસ્તારપૂર્વક ધારદાર દલીલો કરેલ અને વિવિધ ચુકાદાઓ રજૂ રાખેલ.
આમ નામદાર કોર્ટ દ્વારા ખરી અને સત્ય હકીકત તેમજ દલીલો અને રજૂ રાખેલ પુરાવાઓ તેમજ રજૂ રાખેલ ચુકાદાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા તહોમતદારને જામીન પર છોડવાનો હુકમ કરવામાં આવેલ.
આમ આ કામે તહોમતદારના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી તેમજ શિવરાજભાઈ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઇ હુદડ, રાહુલભાઇ મકવાણા અને મોહમહ હનીફ કટારીયા રોકાયેલા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi