સ્‍કુલ વાન ધારકોને સ્‍પીડ ૪૦ કિ.મી.ની કરી આપોઃ સીએનજી ટાંકી ઉપર બાંકડો મૂકી બાળકોને બેસાડવાની છૂટ આપોઃ કલેકટરને આવેદન

રાજકોટમાં ૩ હજાર સ્‍કુલ વાન ધારકો છેઃ અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ અમદાવાદમાં છૂટ છે તો રાજકોટમાં કેમ નહીઃ ફરજીયાત બેઝનો નિયમ પણ મોકૂફ રાખવા માંગણી

રાજકોટ સ્‍કુલવાન એસો.એ મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટર-આરટીઓને આવેદન પત્ર પાઠવી અનેક મુદાઓ ઍગે વિસ્‍તૃત રજુઆતો કરી હતી.

 

આવેદનમાં ઉમેર્યુ હતું કે, અમો રાજકોટ ખાતે અલગ અલગ સ્‍કુલોમાં ભણતાં બાળકોને સ્‍કુલેથી તેડવા મુકવાનું કામકાજ કરીએ છીએ. તેમજ અમો સરકાર કોના નિયમ મુજબ આર.ટી.ઓ. માન્‍ય વાહન ચલાવીએ છીએ. અને એમાં સરકારે રાજકોટ ખાતેની અલગ અલગ સ્‍કુલના નિયમ મુજબ અને આર.ટી.ઓ. ઓફીસ દ્વારા માન્‍ય કરેલ ગતિ મર્યાદા મુજબ સ્‍કુલના બાળકોને ઘરેથી સ્‍કુલે મુકી જઈએ છીએ અને સ્‍કુલેથી લઈ બાળકોને ઘરે મુકી જઈએ છીએ.

 

હાલ રાજકોટના બનેલ ટી.આર.પી. અગ્નીકાંડ ને લીધે સરકાર દ્વારા તમામ સરકારી કચેરી, તથા તમામ બિલ્‍ડીગોમાં ફાયર ના સાધનો ફરજીયાત પણે લગાવવાનો હુકમ ફરમાવેલ હોય તેમજ દરેક સ્‍કુલ વાન ચાલકોને પણ ફાયર સેફટીના સાધનો લગાવવાનો હુકમ ફરમાવેલો. જેથી અમો સ્‍કુલ વાન ચાલકો સરકારના નિયમ મુજબ ફાયર સેફટીના સાધનો સ્‍કુલ વાનમાં રાખીએ છીએ, પરંતુ આર.ટી.ઓ. દ્વારા હાલ અમોને સ્‍કુલ વાન ની ગતિ મર્યાદા ૨૦ કિ.મી. ની નકકી કરેલ છે. તેમજ સ્‍કુલવાન માં આવેલ સી.એન.સી. ની ટાંકી ઉપર બાંકડો રાખવાની મનાઈ ફરમાવેલ છે. પરંતુ આર.ટી.ઓ. ના આ નિયમોની અમલવારી કરવી ખુબ જ અશકય છે કારણકે સ્‍કુલવાન માં સરકાર દ્વારા જ નિયમ નકકી કરવામાં આવેલ છે કે એક સ્‍કુલ વાન માં ૧૪ બાળકો (બાર વર્ષથી નીચેની ઉમરના) ને બેસાડી શકાશે અને જે નિયમ આર.ટી.ઓ. દ્વારા બનાવવામાં આવેલ છે. તેમજ વાહનની ગતિ મર્યાદા ૨૦ કિ.મી. રાખવી જે પણ ખરેખર અશકય છે. અમો સ્‍કુલ વાન એસોસીએશન ના રાજકોટ ખાતે કુલ ૩૦૦૦ જેટલા સ્‍કુલ વાન ધારકો છે. અને ગુજરાત સરકાર દ્વારા વખતો વખત થતા નિયમો અને સુચનાનું અમો પાલન કરતા આવ્‍યા છીએ. તેમજ અમો સ્‍કુલ વાન ચાલકો કોરોના કાળમાં ૨ વર્ષ સુધી તમામ સ્‍કુલો બંધ હતી ત્‍યારે અમોએ અમારા પરીવારનું જેમતેમ કરીને ગુજરાન ચલાવેલ તેમજ ત્‍યારબાદ સરકાર દ્વારા કાઢવામાં આવતા અલગ અલગ નિયમો તથા ગાઈડલાઈન મુજબ પણ અમો વર્તતા આવ્‍યા છીએ અને કોરોના કાળમાં રાજકોટ શહેરની જનતાને વેકસીન આપવાની હતી ત્‍યારે ડોકટરની ટીમ મોકલવા માટે વાન ની ખુબ જ તાતી જરૂરીયાત હતી ત્‍યારે અમો સ્‍કુલ વાન ચાલકોએ દિવસ-રાત જોયા વગર અમોએ અમારી વાન સરકારને કોરોના કાળમાં મદદ કરેલી. હાલ અમો સ્‍કુલ વાન ચાલકોને રાજકોટમાં ટી.આર.પી.અગ્નીકાંડ ને લીધે તમામ સ્‍કુલ વાન ચાલકોને સી.એન.જી.ની ટાંકી ઉપર બાંકડો મુકવાની મનાઈ ફરમાવેલ પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં વાન અને રીક્ષા સુઓમોટો રીટપીટીશન (એસ.સી.એ.) નં. ૧૩૩૦૮/૨૦૨૪ થી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ જેમાં પણ ગુજરાત હાઈકોર્ટ તા. ૨૪/૦૪/૨૦૦૯ ના રોજ પરીપત્ર માં (એચ) ઓટો રીક્ષા/વાનમાં ઉતારૂ કમ્‍પાર્ટમાં વધારાની બેઠક વ્‍યવસ્‍થા કરવાની રહેશે તેમાં સ્‍પષ્ટ રીતે લેખીતમાં જણાવેલ છે.

 

અમદાવાદ શહેરમાં આવેલી સ્‍કુલમાં ચાલતી સ્‍કુલ વાનમાં સરકારના નિયમ મુજબ ૧૪ બાળકો ને વાનમાં બેસાડવાની પરમીશન આર.ટી.ઓ. દ્વારા આપવામાં આવેલ છે તેમજ સી.એન.જી. ની ટાંકી ઉપર બાંકડો મુકી તેના ઉપર બાળકોને બેસાડવાની છુટ અમદાવાદ આર.ટી.ઓ. ઓફીસ દ્વારા આપવામાં આવેલ છે, જેના પુરાવાઓ અમારા રાજકોટ સ્‍કુલ વાન એસોસીએશન પાસે છે તો જયારે અમદાવાદ જેવા મોટા શહેરમાં આ નિયમ અમલમાં છે તો રાજકોટ માં કેમ નહી તે પણ એક જટીલ પ્રશ્ન રાજકોટ સ્‍કુલ વાન એસોસીએશનના સભ્‍યો દ્વારા આપ સોહેલલોને ્વવિનંતી કરવાની કે હાલ ગુજરાતની તમામ સ્‍કુલોમાં વેકેશન પુર્ણ થવાને આરે હોય અને આવતા અઠવાડીયાથી સમગ્ર ગુજરાતની સ્‍કુલો ચાલુ થવાની હોય અને તમામ લોકો પોતાના બાળકોને સ્‍કુલે મુકવા તથા તેડવા માટે જઈ શકતા નથી ત્‍યારે સ્‍કુલ વાનમાં પોતાના બાળકોને સ્‍કુલે મોકલતા હોય છે જેથી હાલ સરકાર શ્રી દ્વારા નકકી કરેલ છે કે સ્‍કુલ વાનની ગતિ મર્યાદા ૨૦ કિ.મી. રાખવી અને સી.એન.જી. ની ટાંકી ઉપર બાંકડો રાખવો નહી પરંતુ ખરેખર સ્‍કુલ વાન ની ગતિ મર્યાદા ૨૦ કિ.મી. શકય ન હોય ૪૦ કિ.મી. રાખવી જરૂરી બની જાય તેમજ સી.એન.જી. ની ટાંકી ઉપર બાંકડો મુકી તેના ઉપર બાળકોને બેસાડવાની છુટ અમો સ્‍કુલ વાન ચાલકોને આપો. સ્‍કુલવાન ચાલકો ના પણ પરીવાર તથા કુટુંબ તથા રોજીરોટીનું સાધન હોય જો સરકાર હો દ્વારા આવા કડક નિયમો અમલમાં મુકવામાં આવશે તો અમારા જેવા ગરીબ માણસોની રોજીરોટી છીનવાઈ જશે. તેમજ આર.ટી.ઓ. કચેરી દ્વારા ફરજીયાત પણે બેઝ કઢાવવો એવો નિયમ બનાવવામાં આવેલ છે પરંતુ ખરેખર આર.ટી.ઓ. કચેરી દ્વારા હાલ ફોર વ્‍હીલ વાહન ચાલકોને બેઝ કાઢી આપવાની કામગીરી બંધ છે તો આ નિયમની અમલવારી કઈ રીતે થઈ શકે. ?

 

જેથી સ્‍કુલવાન ચાલકોની આપને વિનંતી કે સરકાર દ્વારા કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ અમો સ્‍કુલ વાન ધારકોને ગતિ મર્યાદા ૪૦ કિ.મી. કરી આપવી તથા સી.એન.જી. ટાંકી ઉપર બાંકડો મુકી બાળકોને બેસાડવાની છુટ આપવી તથા સરકાર દ્રારા વાન ચાલકો માટેના બેઝ ની અમલવારી પણ ચાલુ ન હોય તો સરકાર તથા આર.ટી.ઓ. દ્રારા ફરજિયાત બેઝ નો નિર્ણય મોકુફ રાખવા વિનંતી. તેમજ આવતા અઠવાડીયા થી સ્‍કુલ ચાલુ થતી હોય તાત્‍કાલીક ધોરણે તમામ જરૂરી પરવાનગી તથા મંજુરી આપવા અમો સ્‍કુલ વાન ચાલકોની આપને નમ્ર વિનંતી છે.

 

આવેદનમાં બી.આર. ગોહેલ, વિજયસિંહ રાઠોડ, અજય મૈયડ, કોૈશીક ચુડાસમા, મનોજ પરમાર, ડી.એમ. દાણીધારીયા, ગજુભાઇ પરમાર, વજુભાઇ પરમાર, ભરતભાઇ વાળા, છગનભાઇ ભરવાડ જોડાયા હતા.

Leave a Comment

Read More