ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થાનિક તેમજ જિલ્લાની જવાબદાર તમામ પોલીસ અને પ્રશાસનની ઊંઘનો લાભ લઈને ફરી એક વખત દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ બાયોડીઝલનો કુલ 68,64,420નો મુદ્દા માલ કબજે કર્યો છે.
રાજકોટ: SMCના એસપી નિર્લિપ્ત રાયને મળેલી બાતમી મળી હતી. જેના આધારે SMCની ટીમે Dy.SP કામરીયાના માર્ગદર્શન હેઠળ રેડ કરતા બાયોડીઝલના હબ ગણાતું સૌરાષ્ટ્રના ગોંડલમાં જામવાડી જીઆઈડીસી નજીક ગોંડલ જેતપુર હાઈવે પર આવેલ કનૈયા હોટલના પાછળના ભાગમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગરનાં પુરવઠા વિભાગની ટીમ ત્રાટકી હતી.
- 7 હજાર લીટર બાયોડીઝલ કિંમત 5,08,000/-
- ત્રણ મોબાઈલ કિંમત 70,000/-
- એક ટેન્કર અને એક જયુપીટર કિંમત 8,30,000/-
- રોકડ રકમ 19,370/-
- એક ટેન્કર (ટાંકો) કિંમત 80,000/-
- અંડરગ્રાઉન્ડ ડીઝલ સ્ટોરેજના બે સ્ટીલ ટેન્ક કિંમત 50,000/-
- ડીઝલ વેચાણના ત્રણ મશીન કિંમત 90,000/-
- ઇલેક્ટ્રીક મોટર કિંમત 1000/-
- રૂપિયા ગણવાનું મશીન કિંમત 5000/-
- બે સીલ બંધ એલ્યુમિનિયમ કન્ટેનર કિંમત 2000/-
- એક નોઝલ કિંમત 1000/-
- એક કેલ્ક્યુલેટર કિંમત 100/-
ધ ગ્રાન્ડ ખોડલ હોટલમાં રેડ: પમ્પ માલિક ભરત ભુદરજી બકરાણીયા, વેચાણ કરનાર નોકરિયાત સાવન રજનીકાંત સુરેજા, ટેન્કર ડ્રાઈવર અકીલ સતાર બિલખિયાને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે બાયોડિઝલ સપ્લાયર કમલેશ ગણાત્રા (રહે.રાજકોટ) અને મોહંમદ તૌફિક મેમણ (રહે.અમદાવાદ)ને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગોંડલ જેતપુર હાઈવે પર કાગવડ ગામના પાટીયા પાસે આવેલ ધ ગ્રાન્ડ ખોડલ હોટલ અને વચ્છરાજ હોટલના ગ્રાઉન્ડમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પર પણ રેડ પાડવામાં આવી હતી.