વિસાવદરના માંડાવડ ગામે આધુનિક સુવિધા વાળા કોર્ટ બિલ્ડીંગનું કામ ચાલુ કરવા ટિમ ગબ્બરની માંગ

વિસાવદરતા.ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ.એચ. ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા
મુખ્યમંત્રી,કાયદા મંત્રી,
સચિવ,આર.એન્ડ બી ( સ્ટેટ) કાર્યપાલક ઇજનેર,આર એંડ બી ડિપાર્ટમેંટ(સ્ટેટ) વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદરમાં આશરે ૧૦૦ વર્ષ ઉપરાંતથી કોર્ટ આવેલ છે આ કોર્ટ બિલ્ડીંગ માટે પાર્કિંગની વ્યવસ્થા નથી અને બજેટમાં નવી કોર્ટ બિલ્ડીંગ બનાવવા માટેની ખર્ચની રકમની પણ જોગવાઈ પણ કરવામાં આવેલ હોય આ માટેના પ્લાન એસ્ટીમેન્ટ પણ તૈયાર કરી આલેખન વિભાગમાં મોકલવામાં આવેલ છે અને ૧૦ હજાર ચોરસ મીટર જગ્યા પણ ફાળવી આપવામાં આવેલ હોય અને તેનો કબજો પણ સોંપી આપવામાં આવેલ હોય અને પ્લાન નકશા તથા ડિઝાઇન તૈયાર કરી આલેખન વિભાગમાં મોકલવામાં આવેલ હોવાનું પણ અમારા ધ્યાનમાં આવેલ હોય લોકસભાની ચૂંટણીઓ ના કારણે આચારસંહિતા હોવાથી પ્લાન નકશા આજ દિન સુધી મંજુર કરવામાં આવેલ નથી તેમજ નવું બિલ્ડીંગ બનાવવા માટે આશરે ૧૦,૦૦૦ મીટરની જગ્યા માંડાવડ ગામે નવી બનેલ કલેકટર કચેરીના પશ્ચિમ બાજુએ સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં ફાળવવામાં આવેલ હોય તે જગ્યાએ નવું કોર્ટ બિલ્ડીંગ બનવાથી પ્રજાને તથા પક્ષકારોને અનુકૂળતા રહે તેમ છે.તેથી આ જગ્યાએ તાત્કાલિક અસરથી પગલાં લઈ ટેન્ડર પ્રક્રિયા કરી નામદાર હાઇકોર્ટની સૂચના મુજબ કામ ચાલુ કરવા કરાવવા અમો ટિમ ગબ્બરની માંગ છે ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ આ રજુઆત લાગુ પડતા વિભાગમાં રજુ કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છે અને આ બાબતે કાર્યવાહી કરી / કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરનાસરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે)

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…