આગામી જુન-જુલાઈના કાર્યક્રમોને લઇને રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ફરી બેઠકોનો ધમધમાટ


 રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા યોજાયેલી આગામી કાર્યક્રમોની બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોમાં જોવા મળતો અનેરો ઉત્સાહ
 રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા “એક પેડ માં કે નામ” અંતર્ગત તા.૨૩ જુનથી ૬ જુલાઈ સુધી ૨ લાખ કરતા વધુ વૃક્ષારોપણનું અભિયાન

આપણા સૌ માટે ઐતિહાસિક સિદ્ધિ અને ગૌરવની વાત છે કે, દેશના યશસ્વી વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત એન.ડી.એ.ની સરકાર બની છે. માન.વડાપ્રધાનશ્રીના નેતુર્ત્વમાં કેન્દ્ર સરકાર હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો, દલિતો અને આદિવાસીઓને પ્રાથમિકતાના ધોરણે સહાય પૂરી પાડી રહી છે. NDAની સરકારમાં માન.રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના નિર્દેશોનુસાર તેમજ માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના આદેશથી આગામી જુન-જુલાઈના કાર્યક્રમો કરવા માટે રાજકોટ જીલ્લા ભાજપ “કમલમ” ખાતે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાની અધ્યક્ષતામાં અને રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભાની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા ભાજપના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, મંડલના પ્રભારીશ્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા સોશ્યલ મીડિયા, આઈ.ટી તેમજ પ્રેસ મીડિયાના કન્વીનર,સહ-કન્વીનરની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમો તા.૨૧ જુન યોગ દિવસ, તા.૨૩ જુન ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ, તા.૨૩ જુનથી ૬ જુલાઈ દરમ્યાન તમામ બુથ પર “એક પેડ,માં કે નામ”વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને સાથે સાથે રક્તદાન કેમ્પ, તા.૨૫ જુન ૧૯૭૫ના રોજ કટોકટી કાળો દિવસ દેશમાં લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહીને ખતમ કરવાનું કાર્ય કર્યું હતું. જેમાં દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લાદવા જેવા વિવિધ પ્રકારના અત્યાચારોને લીધે દેશમાં તા.૨૫ જુનનો દિવસ કાળો દિવસ તરીકે ઓળખવામાં આવે તેમજ તા.૩૦ જુન મન કી બાતના કાર્યક્રમની રૂપરેખા અને મંડલ સહ બુથ અને તેમના ઇન્ચાર્જની નિમણુક સાથે કાર્યક્રમ વધુમાં વધુ સફળ થાય તેવું આયોજન કરવામાં આવેલ છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More