કુદરતી આપત્તી સામે આગોતરુ આયોજન કરવા માટેની ચર્ચા કરતા જાગૃત ધારાસભ્ય કસવાલા*
ચોમાસાની સીઝન હાલ શરૂ થઇ ગયેલ છે ત્યારે રોડ, રસ્તા, વિજળીની લોકહિતાર્થે જાળવણી બાબતે સાવરકુંડલાના પ્રાંત કચેરી ખાતે મિટીંગ યોજાયેલ હતી જેમા પ્રાંત અધીકારીશ્રી ભાલાળા મેડમ તથા હોનહાર જાગૃત ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાના અઘ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી. આ મિટીંગમાં આરોગ્ય, રોડ, રસ્તા, વિજ પ્રશ્નો જેવા તાર્તીક મુદ્દાઓને ખાસ ઘ્યાને લેવામાં આવેલ હતા. ધારાસભ્યશ્રી કસવાલાએ આ મિટીંગમાં જુની જર્જરીત ઇમારતો દુર કરવા, શહેરી વિસ્તારમા વરસાદના કારણે ભરાતા પાણીના નિકાલ માટે આગોતરૂ આયોજન કરવા નગરપાલીકાને જરૂરી સુચનાઓ આપી હતી તથા માર્ગ મકાન વિભાગને વરસાદી વાવાઝોડાના કારણે રોડ રસ્તાઓ બંધ ન થાય તે માટે તાકીદ કર્યા હતા અને નદીઓમાં પુર આવવાના કારણે કોઇ જાનમાલની નુકશાની ન થાય તે માટે વહીવટી તંત્રને જરૂરી પગલા લેવા બાબતે તાકીદ કર્યા હતા આ સાથે મામલતદારશ્રી અને ટી.ડી.ઓશ્રીને શેત્રુંજી નદીના કાંઠાના ગામોને સાવચેત રાખવા તેમજ પુરના કારણે અસર કરતા ગામોના લોકોને આશ્રય આપવા માટેના આશ્રય સ્થાનો નકકી કરી રાખવા બાબતે ચર્ચા કરી હતી તેમજ ખુબજ જરૂરી એવુ PGVCL વિભાગને ચોમાસાની સિઝન દરમ્યાન વિજપુરવઠો બંધ ન થાય તે માટે વિજ પોલ, તારની મરામત કરવી ઉપરાંત વિજતાર પસાર થતા હોય તે જગ્યા ઉપરના ઝાડવાનું કટીંગ કરવુ વગેરે બાબતને ધારાસભ્યશ્રી કસવાલાએ ચર્ચા કરી હતી તેમજ સિંચાઇ વિભાગને મામલતદારશ્રી અને ટી.ડી.ઓશ્રી સાથે સંકલન કરી સ્ટેટ હસ્તકના ડેમની સલામતી તેમજ ડેમ ઓવરફલોના કારણે નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરવા અને નદીના પટમાં અવર જવર ન થાય તે માટેની કાળજી રાખવી, નાની સિંચાઇ યોજના તળેના ગ્રામ્ય કક્ષાએ આવેલા તળાવો, ચેકડેમોને જરૂરી મરામત કરવી તેમજ ગામ લોકોને સાવચેત કરવા અને આરોગ્ય વિભાગને ભારે વરસાદના કારણે રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી દવાઓ ઉપલબ્ઘ રાખવા બાબતે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા અને નગરપાલીકા પ્રમુખશ્રી મેહુલભાઇ ત્રિવેદીએ લોક ઉપયોગી ચર્ચાઓ કરી હતી તેમજ સત્વ ”અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.