#કર્મયોગી_દીકરીની_સફળગાથા
રાજગોર બ્રાહ્મણ શિક્ષિત પરિવારના લાલશંકરભાઈ વેગડા અને વિજયાબેન વેગડાના બે દીકરા અને બે દીકરીમાં સૌથી નાના દીકરી આરતીબેન વેગડા બાળપણથી જ તેજસ્વી વિચારો ધરાવતા હતા. પોતાને સારું ગાવા અને બોલવાનું બાળપણથી જ ગમતું હતું પરંતુ યોગ્ય પ્લેટફોર્મ નહીં મળતાં ઉચ્ચ શિક્ષણ લેવાનો નિર્ધાર કરી આગળ વધ્યા અને PTC, MA, M.Ed, LLB ની ડીગ્રી પ્રાપ્ત કરી અને હાલ Ph.D કરી રહ્યા છે. શરૂઆતમાં ખૂબ સંઘર્ષનો સામનો કરનાર આ દીકરી એક પ્રાઇવેટ સંસ્થામાં 2500 જેવી નજીવી રકમ સાથે શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા એ દરમિયાન નાના બાળકો પ્રત્યે અપાર હેત ધરાવતા હતા. નાના બાળકોને જમાડવા, વાળ ઓળવવા, સુવરાવવા કે અન્ય ક્રિયાઓમાં માતૃત્વનો પ્રેમ આપી બાળકોના દિલમાં કાયમી ઉમદા સ્થાન મેળવ્યું. ત્યારબાદ સરકારી ભરતી આવતાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ક્લસ્ટરના સીઆરસી કો.ઓ. તરીકે નિયુક્તિ પામ્યાં અને પોતાનામાં પડેલી પ્રતિભાને ઉજાગર કરવાની તક મળી. સમગ્ર શિક્ષા અભિયાનના તમામ કાર્યક્રમોનું પોતાના ક્લસ્ટરમાં ખૂબ સુંદર આયોજન અને અમલીકરણ કરવામાં સફળતા મેળવી. શિક્ષણ વિભાગના તમામ ગોલ સાર્થક કરવા રાત દિવસ એક કરી ખૂબ ઉમદા કામગીરી કરી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી આ નારી પ્રતિભાને બિરદાવીએ અને અભિનંદન આપીએ…
મારા ધ્યાનમાં આવ્યું કે પોતાના ગામના એક સાધારણ પરિવારના દીકરાને અકસ્માત થયો અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું એવા સમયે એ પરિવાર સાથે તન, મન, ધનથી સાથે ઉભા રહી અન્ય લોકોના સાથ સહકારથી પડી ભાંગેલા પરિવારને ફરી બેઠો કરવામાં સફળ રહ્યા. સમયાંતરે જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો, બૂટ-ચંપલ, કપડાં વગરેની પુષ્કળ મદદ કરતાં ખૂબ નાની ઉંમરમાં પ્રગતિશીલ આ દીકરીને નતમસ્તક વંદન કરું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માં સોનબાઈના ચરણોમાં પ્રાર્થના કરું છું.
તેમની આ પ્રગતિ માટે પોતાના માતપિતા અને ભાઈ-બહેનને શ્રેય આપતાં આ દીકરીના જીવનમાંથી અન્ય દીકરીઓને પ્રેરણા લેવા નમ્ર અપીલ કરું છું કારણકે મુસીબતના સમયે હિંમત હારી જવાની જગ્યાએ સંઘર્ષ અને સખત મહેનત કરવી જોઈએ તો જ દેશની અને પરિવારની પ્રગતિ થશે એવું હું સ્પષ્ટ માનું છું.
માં સોનબાઈ આરતીબેન સહિત દેશની તમામ દીકરીઓને સદૈવ ખૂશ રાખે એજ પ્રાર્થના સાથે…
જય હો સોનબાઈ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)
મો.9979523520