Search
Close this search box.

Follow Us

આવતીકાલે સ્વયંભૂ બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અપીલ અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે પ્રદેશ પ્રમુખશ્રી રાજકોટમાં પત્રકાર પરિષદ

 

*પત્રકાર પરિષદમાં ધારાસભ્યો, પ્રવક્તા, પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ*

રાજકોટ મહાનગરપાલિકાના બેદરકારી અને ભ્રષ્ટ શાસનને પગલે તારીખ ૨૫ મે ના રોજ બનેલી TRP ગેમ ઝોનની અત્યંત દુ:ખદ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વહાલ સોયા માસુમ બાળકો અને પરિવારના સભ્યો ગુમાવ્યા છે. મૃતકો ની માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રાજકોટ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ્ય સભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ન્યાય મેળવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે મુદ્દાઓ ઉઠાવેલ છે અને શરૂઆતથી જ રાજકોટ ની જનતાએ સાથ અને સહકાર આપ્યો છે રેસકોષૅ ખાતે કેન્ડલ માર્ચ થી લઈ શ્રદ્ધા સમનમાં રાજકોટ વાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટમાં લાલજીભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ મેવાણી અને પાલભાઈ આંબલીયાની ટીમ દ્વારા જે ઘેર ઘેર ખૂણે ખૂણે જે પત્રિકાઓ પહોંચાડી દેવાઇ તે અભિનંદન ને પાત્ર છે. અગાઉની ઘટનાઓમાં મતદાતાઓનો વિશ્વાસ હલી ગયો છે અને એસઆઇટીએ ફક્ત લિફાફા સિવાય કશું જ નહીં એસઆઇટીની તપાસ એ ચાર્જ સીટ નો ભાગ ન બને કોર્ટ ચાર્જશીટ નો પાર્ટ ન હોય તો કોર્ટમાં ચાલે નહીં. મોરબીની ઘટના, તક્ષશિલા કાંડ, વડોદરા ના હરણીકાંડ માં આજ દિન સુધી લોકોને ન્યાય મળેલ નથી અને રાજકોટમાં ગેમઝોનની ઘટનામાં પણ પરિવારોને ન્યાય મળશે કે કેમ તે શંકા છે 25મી ઘટના એક મહિનો થયો માસિક પુણ્યતિથિ રાજકોટ સ્વયંભૂ બંધ રહે દુકાનદાર વેપારી એસોસિયેશન સંપૂર્ણપણે સાથ આપેલ છે બંધમાં ટીમમાં અમારી ટીમો રસ્તા પર નીકળશે કોઈ જબરદસ્તી નહીં હાથ જોડીને વિનંતી કરાશે માનવતાના ધોરણે જો સહકાર આપે તો ઠીક છે બાકી જે લોકો બંધ નહીં કરે તેવા વેપારીઓના સોશિયલ મીડિયામાં આવા બંધમાં ન જોડાનાર વેપારીઓ ના વિડીયો વાયરલ કરાશે સાગઠીયા ને પકડી લીધા એટલે બધું બરોબર નહીં એના બોસ પણ હતા બોસની પકડીને ધાક બેસાડવી જોઈએ. બંધારણમાં લોકોને જાન, માલ મિલકતની જવાબદારી એ સરકારની છે જ્યાં કમિશનર, કલેકટર, ડીએસપી, મેયર ધારાસભ્ય જાય છતાં પણ કોઈ નાનું અધિકારી પીએસઆઇ કે પીઆઇ દરજ્જાના વ્યક્તિ તેને બંધ ન કરાવી શકે સંવેદનશીલતા મરી પરવારી છે. જે દિવસે ગેમ ઝોનની પટના ઘટી તે દિવસે રાહત દરે એન્ટ્રી હોવાથી આ ઘટનામાં મધ્યમ વર્ગના લોકો ભોગ બન્યા છે. સરકાર ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ માફ કરી શકતી હોય તો વધુ સહાય સરકાર ચૂકવી શકે આવતીકાલે બંધના વેપારીઓનો આભાર વ્યક્ત કરું છું પત્રકાર મિત્રો એ સત્ય ઉજાગર કરેલ છે તેનો પણ આભાર માનું છું જે મલબો હટાવેલ છે તે પુરાવાનો નાશ કરે છે તે એક ચિંતાનો વિષય છે રાજકોટને સૌરાષ્ટ્રનું હૃદય સમાન છે અત્યારે અડધો દિવસ બંધ રાખવા અમારી અપીલ છે ગ્રુહ મંત્રી, મુખ્યમંત્રી રાજકોટ આવ્યા પછી તેમને એમ થતું નથી કે ચાલો લડત કરવાવાળા સાથે વાત કરાવીએ વજુભાઈ આ સીટ ખાલી કરી નરેન્દ્ર ભાઈ ને રાજકોટ થી કારકિર્દી શરૂ કરી અને હાલ નરેન્દ્ર ભાઈ વિદેશ ફરિ રહ્યા છે કેમ રીલીફ ફંડ માંથી એક મોટી સહાય ન ચૂકવી શકે પદાધિકારીઓની જવાબદારી હોય જ છે ભૂતકાળમાં રહેલ દુર્ઘટના રેલ મંત્રીએ રાજીનામું આપેલા ઘટનાઓ બની છે ત્યારે આ કોઈ દુર્ઘટના નથી આ તો હપ્તાઓનું દુષણ છે.
જીગ્નેશ મેવાણી :- ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સતત 26 દિવસથી રાજકોટના ખૂણે ખૂણે અમે લોકો ફરી રહ્યા છે પાનના ગલ્લે વેપારીઓને લોકોને મળ્યા છીએ ડોર ટુ ડોર 70 થી 80,000 લોકોનો સંપર્ક કર્યો છે સરકાર ભાજપના ભ્રષ્ટ નેતાઓની ધરપકડ કરવા માગતી નથી અગાઉની જે ઘટનાઓ બની છે તેમાં ભાજપના નેતા ની હોય તેમ પીરિત પરિવારો રાજકોટમાં પણ તપાસ છીન ભિન્ન કરી નાખવા માગે છે એસઆઇટી એ કોથળામાંથી બિલાડું કાઢેલ છે ફક્ત 20 જ લીટર પેટ્રોલ હતું તેમ જણાવેલ છે અધિકારીને બચાવવા એસઆઇટી એ તર્કટ રચ્યું છે પુરાવા સાથે ચેડા કરવા અને પુરાવાનો નાશ કરવા ભારતીય જનતા પક્ષના ભ્રષ્ટ નેતાઓના પાપે આ દુર્ઘટના સર્જાય છે. રાજકોટની જનતા કસોટી એ વિપક્ષની નહીં પીડિત પરિવારનું નહીં રાજકોટના નાગરિકોને ન્યાય મળશે. આવતીકાલે રાજકોટની ભ્રષ્ટ પોલીસ પણ દારૂના અડ્ડાઓ બંધ રખાવે એવી મારી અપીલ છે.
લાલજીભાઈ દેસાઈ :- રાષ્ટ્રીય સેવા દરમિયાનના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના ભ્રષ્ટ શાસકોને ચેલેન્જ કરવા માગું છું કે અધિકારીઓની 10 વર્ષ પહેલાંની મિલકત અને આજની મિલકત જાહેર કરે હું રાત્રે સૂતો હોય તો પણ મને વિચાર આવે છે કે આ ઘટનામાં જો મારો દીકરો ૩૦૦૦ ડિગ્રીમાં ભોગ બનેલ હોય તો મારી સ્થિતિ શું થઈ હોય મોરબી સહિતની અનેક ઘટનાઓમાં એક પણ આરોપી જેલમાં નથી આ નિરાશા ગુજરાતમાં ઊભી ન થાય તે માટે રાજકોટમાં લડત લડવા માંગીએ છીએ ન હોય છે. રાજકોટના ખૂણે-કોણે બંધ રહે તો જ સરકારની આંખો ખુલશે.
આજની આ પત્રકાર પરિષદમાં પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ, ગુજરાત પ્રેસ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષભાઈ દોશી, રાજકોટમાં પ્રભારી બિપેન્દ્રસિંહ જાડેજા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલભાઈ આંબલીયા, બળદેવભાઈ લુણી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા નિદત ભાઈ બારોટ, જશવંતસિંહ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા..

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More