ગોંડલ તાલુકા વિસ્તારમાંથી ચોરી કે છળકપટ થી મેળવેલ એન્ડ્રોઇડ મો.ફોન નંગ-૧૧ કી.રૂ.૬૪૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબનાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે એક ઇસમને ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ એન્ડ્રોઇડ મો.ફોન નંગ-૧૧ કી.રૂ.૬૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી મજકુર ઇસમ વીરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પો.સ્ટે સોપી આપેલ છે.
અટક કરેલ આરોપી-
વીક્રમભાઇ ઉર્ફે ઇટલી સન/ઓફ મનુભાઇ રામભાઇ મક્કા ઉ.વ.૩૪ રહે.મુ.મેસવાણ તા.કેશોદ જી.જુનાગઢ
કબજે કરેલ મુદામાલ-
અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મો.ફોન નંગ-૧૧ કી.રૂ.૬૪,૦૦૦/-
કામગીરી કરનાર ટીમ-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ. શ્રી એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ તથા પો. હેઙ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા દિગ્વીજયસિંહ રાઠોડ તથા વાઘાભાઇ આલ તથા પો.કોન્સ મહીપાલસીંહ ચુડાસમા તથા ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

(વી.વી.ઓડેદરા)
પોલીસ ઇન્સ્પેકટર
એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય

 

આરોપી પાસેથી મળી આવેલ મો.ફોન ની વીગત:-
અનુ.નં મો.ફોન ની વીગત આઇ.એમ.ઇ.આઇ.નં.
૧ બ્લુ કલર નો રેડમી કંપની નો નોટ-9 મોડલનો મો.ફોન (૧) 862024051769930
(૨) 862024051769948
૨ ગ્રે કલર નો વીવો કંપનીનો Y-36 મોડલ મો.ફોન (૧) 867158062653496/42
(૨) 867158062653488/42
૩ સ્કાય બ્લુ કલર નો વીવો કંપનીનો Y-51 A મોડલ નો મો.ફોન (૧) 863613059667838
(૨) 863613059667820
૪ સ્કાય બ્લુ કલર નો આઇટેલ કંપનીનો A-70 મોડલ નો મો.ફોન (૧) 352344673440505
(૨) 352344673440513
૫ મરક્યુરી કલરનો વીવો કંપનીનો 1920 મોડલનો મો.ફોન જે બંધ હાલતમાં છે (૧) 867205046730096
(૨) 867205046730088
૬ બ્લુ કલર નો રેડમી કંપની નો 8-A મોડલનો મો.ફોન (૧) 864334050034949
(૨) 864334050034956
૭ પીસ્તા કલર નો રેડમી કંપની નો A-2 મોડલનો મો.ફોન (૧) 864782066404342
(૨) 864782066404359
૮ સીલ્વર કલર નો રેડમી કંપની નો 11prime મોડલનો મો.ફોન (૧) 860825056457251/78
(૨) 860825056457269/78
૯ લીલા કલરનો POCO કંપનીનો
M-2 pro મોડલનો મો.ફોન 867959044681351
૧૦ બ્લુ કલરનો રીયલમી કંપનીનો
C-20 મોડલ નો મો.ફોન પેટર્ન લોક હોવાથી IMEI નંબર મળેલ નથી
૧૧ સીલ્વર કલરનો ઓપો કંપનીનો
A- 15 S મોડલનો મો.ફોન પેટર્ન લોક હોવાથી IMEI નંબર મળેલ નથી

આરોપીએ આપેલ કબુલાત:-
(૧) આજથી આશરે દસેક દિવસ પહેલા વહેલી સવારના સમયે ગોંડલ જામવાડી જી.આઇ.ડી.સી વીસ્તારમાં આવેલ અલગ અલગ કારખાના મજુર બહાર સુતા હોય તેઓના ૫ (પાંચ) મો.ફોન ની ચોરી કરેલ હતી
(૨) આજથી આશરે આઠેક દિવસ પહેલા વહેલી સવારના સમયે ગોંડલ તાલુકાના રીબડા ગુંદાસરા વચ્ચે જી.આઇ.ડી.સી વીસ્તારમાં આવેલ અલગ અલગ કારખાના મજુર બહાર સુતા હોય તેઓના ૩ (ત્રણ) મો.ફોન ની ચોરી કરેલ હતી
(૩) તા.૨૩/૦૬/૨૦૨૪ ના વહેલી સવારના સમયે ગોંડલ તાલુકાના ચરખડી ગામના પાટીયા પાસે આવેલ વાડીમાં સુતેલ એક વ્યક્તીના મો.ફોન ની ચોરી કરેલ હતી તેમજ ગોમટા ગામના રેલ્વે સ્ટેશન પાસે આવેલ વાડીમાં સુતેલા બે વ્યક્તીના ૨ (બે) મો.ફોન ની ચોરી કરેલ હતી

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More