Search
Close this search box.

Follow Us

૪૦ વર્ષ ની INTACH યાત્રા

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ના આંગણે એક અનોખું પ્રદર્શન યોજાયું

ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) એ ભારતના સાંસ્કૃતિક વારસા અનેવિસરાતી જતી વિરાસત માટે કામ કરતી એક સ્વાયત્ત સંસ્થા છે જેના રાજકોટ ચેપ્ટર દ્વારા તારીખ 21 થી 23 જૂન એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન શ્રી પ્રભાવ જોષી IAS, રાજકોટ જિલ્લા કલેક્ટર અને ડૉ. નવનાથ ગવહાણે IAS, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભાવ જોષીએ પ્રદર્શન નિહાળી ને કહ્યું કે ‘સમગ્ર દેશના સમૃદ્ધ વારસાની જાળવણીના સફળ પ્રયાસો જોઈને ખૂબ જ આનંદ થયો હતો’. આ પ્રદર્શનમાં INTACH સંસ્થાની 231 શાખા દ્વારા છેલ્લા 40 વર્ષમાં કરાયેલ સાંસ્કૃતિક જાળવણીના કાર્યની નોંધ, વિગત, ફોટો તેમજ માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ. આ પ્રદર્શનમાં મુખ્યત્વે દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લા,ગામમાં આવેલ સ્થાપત્ય, શિલ્પ, બાંધકામ તેમજ નૃત્ય, નાટ્ય, સંગીત અને હાથવણાટ જેવી પરંપરાગત શૈલીની કલાઓ અને કલાકારો તેમજ સ્થાપત્યના જતન અંગે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ તેની વિસ્તૃત દસ્તાવેજી માહિતી રજૂ કરવામાં આવેલ.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવહાણેએ રાજકોટ શહેર તથા જિલ્લાની જાણતા ને અપીલ કરતા કહ્યું કે ‘આપણા અમૂલ્ય વારસો ને સાચવવાની જવાબદારી આપણી સહુને છે. જ્યારે INTACH ભારતના પ્રખ્યાત વારસાને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે આપણે સહુ એ એમને આપણા થી બનતો સાથ આપવો જોઈએ’. આ પ્રદર્શન શહેરના અનેક કલાકાર મિત્રો, ચિત્રકારો, સ્થાપત્ય પ્રેમીઓ, આર્કિટેક્ટ, શિક્ષકો સહિત અંદાજે 300 થી વધુ લોકોએ માણ્યું હતું.

આ પ્રદર્શન ના ઉદઘાટન પ્રસંગે ખાસ દિલ્હીથી હેરિટેજ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન સર્વિસ (HECS INTACH) ડિપાર્ટમેન્ટના વડા પૂર્ણિમાબહેન દત્ત ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ જાણીતા ઇતિહાસવિદ ડો.પ્રદ્યુમન ખાચર , શિક્ષણવિદ અને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી ડી વી મહેતા, રોઝરી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટી ડો. વિશાલ વારીયા તેમજ ખ્યાતનામ શિલ્પકાર તથા પ્રિન્ટ મૅકર શ્રી જયેશભાઇ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને INTACH સભ્ય ડો. અનામિક શાહ આ પ્રદર્શનની રાજકોટના લોકો પર ખૂબ જ હકારાત્મક અસર થવાની આશા રાખે છે. આ તબક્કે રાજકોટ પોર્ટ્રેટ ક્લબના પ્રતિનિધિઓએ તેમની કલાનું અદભૂત પ્રદર્શન પણ કર્યું.

INTACH રાજકોટના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહ, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જૈમિન ભાઈ ઠાકર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતન નંદાણી રાજકોટમાં આ પ્રવૃત્તિ અર્થે મહાત્મા ગાંધી મ્યુઝિયમ માં અનુકૂળ જગ્યા આપવા બદલ આભાર વ્યક્ત કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન નો મુખ્ય હેતુ એ છે કે ‘રાજકોટના લોકોમાં હેરિટેજ અને જાળવણી અંગેની જાગૃતિ વધે અને સતત કલાક્ષેત્રે પ્રવૃત્તિમય એવા આ શહેરના લોકો વધુને વધુ વારસા અને સાંસ્કૃતિક જતનમાં પોતાનું યોગદાન આપે’. પ્રદર્શનનું સમાપન કરતા, રાજકોટ ચેપ્ટર કન્વીનર રિદ્ધિ બેન આ પ્રદર્શન ની સફળતા માટે તેમના ટીમના સભ્યો અભિષેક પાનેલીયા, મિતેશ જોષી, હિતેશ ખીમાણીયા, મનોજ ગોહિલ, હેમાંગી પટેલ, ખુશ્બુ ખુંટ, નિયતી શાહ, ચેતસ ઓઝા, પાર્થ, પાલ, મુસ્કાન, માનવ, નરેન્દ્ર અને અદિતિનો આભાર માને છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More