Search
Close this search box.

Follow Us

અગ્નિકાંડના મૃતાત્માઓની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસે બનાવ સ્થળે પાઠવી શ્રદ્ધાંજલિ

 

 

*આગામી દિવસોમાં લડત ચાલુ રહેશે રાજ્યભરમાં ભોગ બનેલા પરિવારો કરશે ગાંધીનગર કુચ*

રાજકોટમાં TRP ગેમ ઝોનની અગ્નિકાંડ ની ઘટના જે સ્થળે આ ગોઝારો બનાવ કાલાવડ રોડ પર સયાજી હોટલ પાછળ બનાવ બનેલ તે સ્થળે બનાવવામાં પગ બનેલા પીડિત પરિવારો, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, ધારાસભ્ય, કોર્પોરેટરો , પૂર્વ કોર્પોરેટરો, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, કોંગ્રેસના તમામ ફ્રન્ટલ સેલના ચેરમેન અને કોંગ્રેસના 150 થી વધુ કાર્યકરો દ્વારા મૃતાત્માઓની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે બનાવ સ્થળે મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ દ્વારા દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

શ્રદ્ધાંજલિ પાઠવવા માં ઉપસ્થિત કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી, કિસાન મોરચાના પાલભાઈ આંબલીયા એ જણાવ્યું હતું કે રાજકોટ વાસીઓ આજે સ્વયંભૂ અને સજ્જડ બંધ રાખેલ છે તે બદલ દરેક વેપારી મંડળો અને દરેક સ્કૂલ સંચાલકોનો આભાર વ્યક્ત કરીએ છીએ ન્યાય માટેની આ લડાઈ લાંબી ચાલવાની છે. આગામી દિવસોમાં આ લડાઈ હવે મુખ્યમંત્રીના કાર્યાલય ગાંધીનગર સુધી કુચ કરાશે અને વડોદરાનું હરણીકાંડ, મોરબીના ઝુલતો પુલ, સુરતની તક્ષશિલા માં તંત્રના પાપે ભોગ બનેલાં આ પ્રકારના માનવસર્જિત દુર્ઘટનાઓમાં પીડિત પરિવારને સાથે રાખી આગામી દિવસોમાં લડત ચાલુ રખાશે અને નવા કાર્યક્રમો ની જાહેરાત કરવામાં આવશે. સરકાર વિપક્ષને ના બોલાવે તો કાંઈ નહીં પરંતુ પીડિત પરિવારને પણ આશ્વાસન આપવા કે તેની સાથે પણ ચર્ચા કરવા જ્યારે તૈયાર નથી ત્યારે સંવેદનશીલતા ગુમાવી છે ચૂકેલી આ સરકાર નિષ્ઠુર બને તો અમારી સરકારની સામે તમામ મોરચે લડવાની તૈયારીઓ પણ છે.

શ્રદ્ધાંજલિ પાઠવવામાં પીડિત પરિવારો ની સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઈ સાગઠીયા, નરેન્દ્રભાઈ સોલંકી, રોહિતભાઈ રાજપુત, બ્રિજરાજ સિંહ રાણા, દીપ્તિબેન સોલંકી, અશોકસિંહ વાઘેલા, નાગજીભાઈ વિરાણી, સલીમભાઈ કારિયાણી, મુકુંદભાઈ ટાંક, અમિતભાઈ રવાણી, હબીબભાઈ કટારીયા, મયુરભાઈ શાહ, મનીષાબા વાળા, હિરલબેન રાઠોડ, ગૌરવ પુજારા, ચૌહાણ અહેસાન, મુછડીયા પ્રવીણભાઈ, વી એસ મકવાણા, જગદીશભાઈ સાગઠીયા, મેઘજીભાઈ રાઠોડ, જયાબેન ચૌહાણ, જસુબા વાંક, કંચનબેન વાળા, ચિંતનભાઈ દવે, ગીરીશભાઈ પટેલ, રાહુલ સોલંકી, વિનીતસિંહ રાણા, રાજેશ ભુત, કિશોરભાઈ જોશી, અરવિંદભાઈ મુછડીયા, પ્રભાતભાઈ ડાંગર, જગાભાઈ મોરી, ગજેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર સહિતના આગેવાનો કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.

 

અતુલ રાજાણી.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More