ધાંગધ્રા તાલુકાના ભારદ ગામે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા અનાજનો જથ્થો લાભાર્થીઓને નહીં આપીને બારોબાર વગે કરવાના ચાલી રહેલા વધુ કૌંભાડની માહિતીના આધારે ભારદ ગામે મામલતદાર ગોહિલ અને નાયબ મામલતદાર એમ જે ભટ્ટ એ રેડ પાડતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં રાશનની દુકાનના સંચાલકે ઘઉં, ચોખા, ચણાનો સંગ્રહ કરી ને ટ્રેક્ટર માં લય ને બરોબર વેચવા જતા અનાજનો જથ્થો ઝડપી પાડી સીઝ કરવા માં આવો હતો જેમાં આગળની તપાસ મામલતદાર ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભારદ ગામે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનો જથ્થો આપવા માટે સરકારે પેકેજ જાહેર કર્યું છે. પરંતુ, સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા ગરીબ લાભાર્થીઓને જથ્થો આપવાને બદલે બારોબાર વગે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વગે કરવાના અનેક કૌભાંડો બહાર આવ્યા છે. જેમાં વધુ એક કૌભાંડ ધ્રાંગધ્રા ના ભારદ ગામના સસ્તા અનાજની દુકાનના સંચાલક મહેશકુમાર જેરામભાઈ ચાવડા રાશનની દુકાનના સંચાલકે ઘઉં પાચ બોરી,ચોખા પાચ બોરી,ચણા દસ બોરી નો સંગ્રહ કરી ને ટ્રેક્ટર માં ભરીને લઈ જતા હતા ત્યારે કૌંભાડની માહિતીના આધારે ભારદ ગામે મામલતદાર ગોહિલ અને નાયબ મામલતદાર એમ જે ભટ્ટ એ રેડ પાડતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં રાશનની દુકાનના સંચાલક મહેશકુમાર જેરામભાઈ ચાવડા ઘઉં 5 બોરી,ચોખા 5 બોરી અને ચણા 10 બોરી સંગ્રહ કરી ને ટ્રેક્ટર માં લય ને બરોબર વેચવા જતા અનાજનો જથ્થો ઝડપી પાડી સીઝ કરી પુરવઠા ગોડાઉનમાં મોકલી આપવામાં આવેલ છે. અને આગળની તપાસ ધ્રાંગધ્રા મામલતદાર ચલાવી રહ્યા છે.
રીપોર્ટ :રવિરાજ સિંહ પરમાર…ધાંગધ્રા