વ્યાજખોરી અંગે શ્રી આઇ.જી.પી. સાહેબ ભાવનગર નાઓની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન

શ્રી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ તરફથી તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી IIIEGAL MONEY- LENDING ACTIVITY વિરુધ્ધ ખાસ ઝુંબેશનું આયોજન કરવા અંગે સુચના આપવામાં આવેલ હોય, જે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓની અધ્યક્ષતામાં તા.૨૯/૦૬/૨૦૨૪ ના રોજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર વ્યાજખોરીની બદી નાબુદ કરવા જનસંપર્ક સભાનુ આયોજન કરેલ છે. જેમાં અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહેશે. આ જનસંપર્ક સભા આગામી તા.૨૯/૦૬/૨૦૨૪ ના કલાક ૧૬/૦૦ વાગ્યે અમરેલી, પોલીસ હેડ કવાર્ટસ ખાતે રાખવામાં આવેલ છે.

આ જનસંપર્ક સભામાં ગેરકાયદેસર વ્યાજ ખોરીને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને ગેરકાયદેસર વ્યાજ ખોરોની પ્રવૃતિ સંપુર્ણ નાબુદ કરવા તેમજ નાણાની જરૂરીયાત વાળા આમ નાગરીકોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુસર આયોજન કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લામાં રહેતા ઘણા નાગરિકો આર્થીક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે. જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગબનનાર વ્યકિત તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે જે એક વ્યકિતને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે આવી ગેરકાયદેસરની પ્રવૃતી સદંતર બંધ કરાવવા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી અંગે આ જનસંપર્ક સભાનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાજખોરીને લગતી કોઈ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ જનસંપર્ક સભામાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને આ રજુઆત અરજી આધારે નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.

તેમજ આ જન સંપર્ક સભામાં નાણાની જરૂરીયાત બાબતે રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના પ્રતિનિધીઓ, જિલ્લા ઉદ્યોગકેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સહકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહી અરજદારોને વ્યાજબી લોન સહાય તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપનાર છે.

જેથી આ જનસંપર્ક સભામાં ભાગ લેવા માટે અમરેલી જિલ્લાના નાગરિકોને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અપીલ કરવામાં આવે છે.

જન સંપર્ક સભાઃ- તા.૨૯/૦૬/૨૦૨૪ ના કલાક ૧૬/૦૦ વાગ્યે

સ્થળઃ- અમરેલી, પોલીસ હેડ કવાર્ટસ

Alpesh Undhad
Author: Alpesh Undhad

Leave a Comment

Read More