શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ : “ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની”*

 

*
*સાવરકુંડલા તાલુકાના વંડા ગોપાલપરા, ઘોબા, ફીફાદમાં શાળા પ્રવેશોત્સવ કરાવતા ધારાસભ્યશ્રી મહેશ કસવાલા*
-: કુલ ૧૨૭ બાળકોનું શાળા નામાંકન કરાવાયુ :-

*વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં શિક્ષણનો મજબૂત પાયો સિંચી વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવા ધારાસભ્યશ્રી કસવાલાનું આહવાન*
———-
*છેવાડાના ગામો સહિતના બાળકોના ટેલેન્ટભને યોગ્ય નિખાર આપવાની વ્યવસ્થાઓ વિકસાવી રાજ્ય સરકાર પડખે ઉભી છે : શ્રી કસવાલા*

દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ષ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલ ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ એ વિકસિત ગુજરાતને શિક્ષિત ગુજરાત બનાવી રહ્યું છે અને શિક્ષણના માધ્યમથી બાળકોના જીવતરનું ઘડતર કરી રહ્યું છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના દિશાદર્શનમાં સમગ્ર રાજ્યભરમાં શરૂ થયેલ વિદ્યાના ત્રિ-દિવસીય ઉત્સવ સમાન “કન્યા કેળવણી મહોત્સવ” અને “શાળા પ્રવેશોત્સવ”ના અનુસંધાને આજ રોજ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સાવરકુંડલા તાલુકાના ગોપાલપરા પ્રા.શાળા, ઘોબા પ્રા.શાળા, તથા સરકારી માઘ્યમિક શાળા, બી એચ ગાર્ડી માઘ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા ફીફાદમાં ધારાસભ્યશ્રી કસવાલાના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં શ્રી કસવાલાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત નિર્માણના સંકલ્પમાં શિક્ષણનો મજબૂત પાયો સિંચીને વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અંતરિયાળ છેવાડાના ગામ સુધી રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી છે. વિદ્યાર્થીઓના ટેલેન્ટને યોગ્ય તક અને નિખાર આપવાની વ્યવસ્થાઓ પણ વિદ્યાર્થીઓની પડખે ઊભી રહીને સરકાર કરે છે. ધારાસભ્યશ્રી કસવાલા ૨૧માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના ગામોમાં પ્રાથમિક શાળામાં બાળકોના નામાંકન કરાવવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ ગામોની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને ૧૨૭ જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. ધારાસભ્યશ્રી કસવાલાએ તેમના સહજ, સરળ અને નિખાલસ વ્યક્તિત્વથી સૌના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેની અનુભૂતિ શાળાના બાળકોને પણ થઈ હતી. શાળાની બાળકીઓએ ધારાસભ્યશ્રીના વડીલ-વાત્સલ્ય પ્રેમને અનુભૂતિ કરતા, તેમની સાથે આત્મિયતા પૂર્વક વાતચીત કરી હતી. ધારાસભ્યશ્રીએ પણ બાળકોનું અભિવાદન સ્નેહપૂર્વક ઝીલ્યુ હતું. ધારાસભ્યશ્રીએ શાળા પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત ગ્રામજનોને કહ્યું કે, શાળા પ્રવેશોત્સવથી સરકાર ભૌતિક સુવિધા-સગવડો શાળાઓમાં વિકસાવે છે જ, પરંતુ બાળકોના વાલી-SMC અને શિક્ષકો સૌ વડીલ તરીકે બાળકના અભ્યાસ-શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે. શ્રી કસવાલાએ કહ્યું કે, શિક્ષકો બાળકોના અભ્યાસ, શાળામાં હાજરીની નિયમિતતા અંગે સજાગ છે અને પૂરતું ધ્યાન આપે છે. ત્યારે SMC અને વાલીઓ પણ બાળકના અભ્યાસનું ફોલોઅપ, શાળામાં ખૂટતી સુવિધાઓની આપૂર્તિ વગેરે માટે સતર્ક રહે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. વધુમાંશ્રી કસવાલાએ જણાવ્યુ કે, વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અને કારકિર્દી ઘડતર માટે અનેક કલ્યાણ યોજનાઓ પણ છે તેનો લાભ લઈને બાળકો ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે તેવી અપીલ તેમણે કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે, તેને સૌ સાથે મળીને સાકાર કરીએ અને આવનારી પેઢીને શિક્ષણ જ્ઞાનની સમૃદ્ધિથી સજ્જ કરી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ તેવું પ્રેરક માર્ગદર્શન શ્રી કસવાલાએ આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં પૂર્વ બાંધકામ સમિતીનાચેરમેનશ્રી પુનાભાઇ ગજેરા, તાલુકા ભાજપ અઘ્યક્ષશ્રી જીવનલાલ વેકરીયા, સરપંચશ્રીઓ વાલાભાઇ સાટીયા અને લાખાભાઇ સાટીયા, દિલુભાઇ ખુમાણ, તાલુકા પંચાયત સદસ્યશ્રી પ્રમોદભાઇ રંગાણી, શંભુભાઇ મકવાણા, સા.કુ શહેર યુવા ભાજપ અઘ્યક્ષ અનિરૂધ્ધસિંહ રાઠોડ, તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ, કાર્યકરો, શિક્ષણાધિકારીશ્રી તથા તેમની ટીમ, ગામોના વરિષ્ઠ આગેવાનો, વાલીઓ, બાળકો, અને પ્રવેશોત્સુક ભૂલકાંઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ સત્વ ”અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જશ્રી જે.પી.હિરપરાએ તેમની અખબારી યાદીમાં જણાવ્યુ હતુ.

Leave a Comment

Read More