રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષી નેતા બનતા અભિનંદન પાઠવ્યા છે.
વધુમાં રાજાણીએ જણાવ્યું હતું કે ફક્ત ભારત નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોની નજર રાહુલ ગાંધી પર હશે અને તેમાં એ ખરા ઉતરશે એવો ભારતીયોને અને કોંગ્રેસના લાખો કાર્યકરોને વિશ્વાસ છે. અગાઉ કહેવાતી મોદી સરકાર હવે NDA સરકાર કહેવાય છે. 20 વર્ષથી વધુ કારક ધરાવનાર રાહુલ ગાંધીએ પ્રથમ વખત બંધારણીય જવાબદારી સ્વીકારી છે રાહુલ ગાંધીએ પ્રથમ વખત સરકારના શાસનનો કિસ્સો બનશે વિપક્ષે નેતાએ પ્રોટોકોલ ની દ્રષ્ટિએ વિપક્ષના વડાપ્રધાન પદના દાવેદાર ગણાય છે બંધારણીય રીતે મંત્રીનો દરજ્જો મેળવશે 10 વર્ષના મોદી સરકાર માં દેશમાં ગરીબી, બેકારી, ભૂખમરો અને ભ્રષ્ટાચાર ને પગલે ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળતા અને પ્રથમ વખત વિપક્ષે જોડાણ 200 ને પાર કરી ગયું છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીમાં જંગી બહુમતીથી જીતી બતાવી છે. અને મોદી કરતાં વધુ મતો અંકે કરતા મોદી યુગ નો અંત આવી ગયો છે. ગુજરાતમાં તમામ બેઠકો 5 લાખ થી વધુ મતો તે અંકે કરવાની વાતો હવામાં રહી. અને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો જે પગલે હવે ભાજપના ભ્રષ્ટાચાર થી લોકો ત્રસ્ત છે.
અતુલ રાજાણી.
Author: ભાગવત ભૂમિ
Hi