આર.ટી.ઓ.અધિકારીશ્રી કે.એમ.ખપેડની પ્રેરક ઉપસ્થિતિમાં ગોંડલ ખાતેના મોટાઉમવાડા પ્રાથમિક શાળામાં “શાળા પ્રવેશોત્સવ” યોજાયો

 

 

*ગોંડલ ઘટક ૧માં કુલ ૧૩૪ બાળકોએ આંગણવાડીમાં ઉત્સાહભેર પ્રવેશ કર્યો*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ તા. ૨૭ જૂન -* રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટાઉમવાડા ગામની પ્રાથમિક શાળા ખાતે આર.ટી.ઓ. અધિકારીશ્રી કે.એમ. ખપેડની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અન્વયે ગોંડલ ઘટક ૧માં ૭૩ કુમાર અને કન્યા ૬૧ એમ કુલ મળીને ૧૩૪ બાળકોએ આંગણવાડીમાં ઉત્સાહભેર પ્રવેશ કર્યો હતો.

આ અવસરે આંગણવાડીમાં નવા બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું, જેમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોના થતાં વિકાસને ધ્યાનમાં રાખી તેનું અવલોકન કરવા માટે સરકારશ્રી તરફથી વિનામૂલ્યે જ્ઞાનપુંજ કીટ આપવામાં આવી હતી. આ કીટમાં મારી વિકાસયાત્રા, ચિત્રપોથી, રમત-ગમત ભાગ-૧ સહિતની વસ્તુઓનો સમાવેશ કરાવામાં આવ્યો હતો. જેનાથી બાળકોના વિકાસનો પાયો મજબુત બને છે. ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના ત્રણ થી છ વર્ષના તમામ બાળકોને યુનિફોર્મનું વિતરણ કર્યું હતુ.

આ કાર્યક્રમમાં ગોંડલ ઘટક-૧ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન ડી.વાળા, પી.એસ.ઈ.ઇન્સ્ટ્રક્ટરશ્રી ધવલભાઈ પરમાર, મુખ્યસેવિકાશ્રી પિન્ટુબેન દવે, શ્રી નયનાબેન મહેતા, શ્રી નયનાબેન સિંહાર, શ્રી મુકતાબેન ડોબા, શ્રી વર્ષાબેન ભટ્ટ તથા ગોંડલ ઘટક ૧ ના તમામ આશાવર્કર બહેનો અને હેલ્પરબહેનો સહભાગી બન્યા હતા.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

Leave a Comment

Read More