ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની થઈ ઉજવણી

 

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં 28 જૂન 2024ના રોજ શાળા પ્રવેશોત્સવ એના કન્યા કેળવણી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

 

આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને આંગણવાડીમાં તથા બાલવાટિકાના બાળકો અને ધોરણ-1 ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. પ્રવેજ તરકેસા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિશ્રી વાલજીભાઈ જાદવ, ગઢડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી વશરામભાઈ તાવિયા, કેળવણી નિરીક્ષક શ્રી ચતુરભાઈ ઝાપડિયા, સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી વિનોદભાઈ કોરડીયા, સંકલન અધિકારીશ્રી વનિતાબેન રામી,એસ.એમ.સી.કમિટીના અધ્યક્ષશ્રી, આંગણવાડીના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત અને યોગ નિદર્શનની રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત બાળકો ડેકાણી ભૂમિકા, ગાબુ પલ્લવી અને ગાબુ માહીએ વિવિધ વિષયો પર અંગ્રેજી અને ગુજરાતીમાં વક્તવ્ય રજૂ કર્યા હતા. સી.આર.સીશ્રી વિનોદભાઈ કરોડિયાએ શિક્ષણ ક્ષેત્રે ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. તથા ડો.પ્રવેજ સાહેબે પ્રસંગોચિત વક્તવ્ય આપી બાળકોને શુભેચ્છા પાઠવી હતી. ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાળાઓ ડેકાણી ભૂમિકા અને તાવિયા પૂજાએ કર્યુ હતુ.

Leave a Comment

Read More