ગોંડલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આજથી અમલમાં આવતા ત્રણ નવા કાયદાઓ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

 

ગોંડલ નાયબ પોલીસ અધ્યક્ષતામાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ આજથી અમલમાં આવનાર હોય જે અનુસંધાને શહેરના મહારાજા સર ભગવતસિંહજી ટાઉનહોલ ખાતે ગોંડલની જનતા અને નાગરિકો સામાજિક તેમજ રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

આજથી ત્રણ નવા કાયદા વિશે માહિતી અપાઈ

ગોંડલ સીટી તેમજ તાલુકા પોલીસ દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે ભારત દેશમાં આજથી ત્રણ નવા કાયદાઓ જેવાકે BNS – 2023, BSA – 2023 BNSS – 2023ને અમલમાં આવી રહ્યા છે. ત્યારે અમલમાં આવનાર નવા ત્રણ કાયદાથી શુ શુ ફેરફાર થશે જેને લઈને ગોંડલ સીટી એ ડિવિઝન પી.આઈ એ.સી. ડામોર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ત્રણ જુના કાયદા સામે ત્રણ નવા કાયદાનો અમલ થશે

ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા એ જણાવ્યું હતુ કે ભારત દેશમાં અંગ્રેજોના જમાનાથી ચાલી રહેલા ત્રણ અપરાધિક કાયદા આજથી બદલાઈ જશે. જે અનુક્રમે IPC (1860 ), CRPC (1973) અને એવીડન્સ એક્ટ (1872) નું સ્થાન હવે નવા કાયદા ભારતીય ન્યાયિક સહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આજથી લાગુ થઈ જશે. નવા કાયદાઓનો ઉદ્દેશ આધુનિક ન્યાય વ્યવસ્થાને લાગુ કરવાનો છે. જેમાં ઝીરો FIR, ઓનલાઈન ફરિયાદ નોંધવવા, SMS કે ઈ મેઇલથી સમન્સ મોકલવા અને જઘન્ય અપરાધની વિડીયોગ્રાફી જેવી જોગવાઈ અનિવાર્ય કરવામાં આવી છે.

સેમિનારમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ ગોંડલ ટાઉનહોલ ખાતે યોજાયેલ ત્રણ નવા કાયદા અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોંડલ શહેરની કે.બી. બેરા, વિદ્યામંદિર, એશિયાટિક કોલેજ, મોંઘીબા સ્કૂલ, ઑરો સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારી પાસે આજથી અમલમાં આવતા ત્રણ નવા કાયદાઓ અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, જયંતીભાઈ સાટોડીયા, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ, કિશોરભાઈ ધડુક, જયદીપભાઈ પરડવા સહિત પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Read More